સુરતમાં કોરોનાથી એટલા મોત થઈ રહ્યા છે કે, સ્મશાન 24 કલાક શરૂ રાખવા પડી રહ્યા છે

હાલમાં ધીમે-ધીમે કોરોના વેગ પકડતો જઈ રહ્યો છે. આવા સમયમાં સતત વધતા જતાં કેસ તથા મોતને લઈ કેન્દ્રની ટીમ સુરતમાં પહોંચી ગઈ હતી. અહીં તેમણે કલેકટર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી સાથે મીટીંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સતત કોરોનાના વધતા કેસો વચ્ચે સુરત શહેરનાં જહાંગીરપુરા વિસ્તારના કુરુક્ષેત્ર સ્મશાનને 24 કલાક શરુ રાખવા માટેનાં આદેશ આપવામાં આવ્યા છે. શહેરના વહીવટી ખાતા દ્વારા વેસ્ટ ઝોનમાં ફરજ બજાવતાં કર્મચારીઓને સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની નોંધણી અંગેની કામગીરી 24 કલાક કરવાની છે.

જેથી સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી મહેશકુમાર નરોત્તમભાઈ પટેલ, બપોરના 2 વાગ્યાથી લઈને રાત્રીનાં 10 વાગ્યા સુધી દેવધરા સુરેન્દ્રસિંહ, રાત્રીનાં 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી પટેલ નરેન્દ્રકુમાર અને બાબુભાઈ દેસાઈને આ કામગીરીની સોપણી કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યની સાથે-સાથે જ સુરતમાં કોરોના ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોવિડ-નોનકોવિડથી દરરોજ અંદાજે 240 લોકોનાં મોત થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાનમાં લઇ જવા પડ્યા છે. સૌપ્રથમ દિવસે 6 લાશોની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.

હાલમાં ઉમરા સ્મશાન ગૃહનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અગ્નિદાહ આપવાનું વેઇટિંગ 10 કલાક:
સુરતની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર પ્રમાણે ટોકન આપવામાં આવે છે. ટોકન મુજબ જેનો નંબર આવે તેનું નામ જાહેર કરી દેવામાં આવે છે તેમજ પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ યાદી અત્યાર સુધીમાં 2-4 કલાકનું હતું જયારે છેલ્લા 2 દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો નોંધાયો છે. આ વેઈટિંગ હવે 8-10 કલાકે પહોંચી ગયું છે.

ઘરે સારવાર લેનારા દર્દીઓનાં વધારે મોત:
આટલું જ નહીં પણ સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે, સમગ્ર શહેરની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયાં છે કે, જેથી કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી તથા ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે કે, જેથી મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.

સુરતમાં રાજ્યની ટીમ દ્વારા કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શહેરમાં કન્ટેન્મેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, ટેસ્ટિંગ તથા કોન્ટેકટ ટ્રેસિંગ કેવી રીતે થાય છે એનો તાગ કાઢવામાં આવ્યો હતો. આની સાથે જ બપોર પછી વેસુના કન્ટેન્મેન્ટ ઝોન, હોમ આઈસોલેશન, રાંદેરની શેલ્બી હોસ્પિટલ, અઠવાની મિશન હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

કેટલાક માઈક્રો કન્ટેન્મેન્ટ કરવામાં આવેલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં સરખી રીતે કામગીરી થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારપછી ટીમ દ્વારા વેકસિનેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્રીય ટીમ દ્વારા ટેસ્ટિંગ, ટ્રેકિંગ તથા વેક્સિનેશનની કામગીરી પર ભાર આપવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.

આની સાથે જ હાલમાં માસ્ક પહેરવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે ત્યારે SMC માસ્ક વિના દેખાતા લોકોની પાસેથી મસમોટો દંડ ઉઘરાવી રહી છે. કેટલીકવાર લોકો ઉતાવળમાં માસ્ક ભૂલી જતાં હોય છે જેથી તેઓએ દંડ ભરવો પડતો હોય છે. આવું ન થાય તેમજ લોકોને જરૂર સમયે માસ્ક મળી રહે તે માટે શહેરના સામાજિક કાર્યકર્તા તેમજ પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભની સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું છે.

અંગે રૂપલ બેન જણાવે છે કે, આ મશીન એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, જેમાં 5,000 જેટલા માસ્ક મૂકી શકાય છે. કોઈપણ વ્યક્તિ કે, જે માસ્ક ભૂલી ગયો હોય તેઓ આ મશીનમાં માત્ર 1 રૂપિયો નાંખીને માસ્ક મેળવી શકશે. આવા સમયે એક સમાચાર સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *