Meteorological department forecast: રાજ્યમાં આગામી દિવસોણા વાતાવરણને લઈ મોટી સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે તો તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ(Meteorological department forecast) રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ઉત્તર પશ્ચિમ ઉત્તર પવન ફૂંકાઇ રહ્યા છે જેને લઈ હાલ અમુક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
માવઠાની કરી આગાહી
રાજ્યમાં આજથી સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતએ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન નીચું જવાની સાથે પવનો પણ ફૂંકાશે. આ સાથે તેમણે માવઠા અંગેની પણ આગાહી કરી છે. જોઇએ તેમણે ગુજરાતના હવામાન અંગે શું લેટેસ્ટ આગાહી કરી છે.
અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે
ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15થી 25 કી.મી. કલાકની ગતિએ તેજ હવા ચાલવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહયા છે. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે.આ સાથે મોસમ વૈજ્ઞાનિકે એમ પણ જણાવ્યુ કે, અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળશે
ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 7 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. આવુ લાંબા સમય બાદ જોવા મળ્યું કે, ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય. જોકે આગાહી મુજબ, હવે ઠંડીને રાઉન્ડ આવશે. જેમ ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતા વધુ ઠંડી અનુભવાશે.
આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. આવતીકાલથી એટલે શુક્રવારથી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા છે. નવ ફેબ્રુઆરીના રોજ કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વધારે ઘાટા વાદળો જોવા મળશે.આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટના કોઇ કોઇ ભાગોની સાથે મોરબી, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે. નવ અને દશ તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે.
આંબલાલ પટેલએ કરી આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરી છે. સાત ફેબ્રુઆરીથી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. રાતે, વહેલી સવારે અને સાંજ પડતા ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતના ભાગો પાલનપુર, બનાસકાંઠા સહિતના ભાગોમાં લઘુતમ તાપમાન 9 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. મહેસાણાના ભાગોમાં પણ 12 ડિગ્રી લઘુતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. સૂર્યની ઉત્તરાર્ધ તરફ ગતિ રહેતા દિવસનું તાપમાન વધી શકે છે અને ગરમીનો અનુભવ થશે. 10થી 12 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. તેમજ 19થી 22 ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube