તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, વેઈટિંગ લિસ્ટને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ

Junior Clerk Job: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર ખુશીના સમાચાર મળી રહ્યા છે. એટલે તલાટી અને જુનિયર ક્લાર્કના(Junior Clerk Job) ઉમેદવારો માટે…

Junior Clerk Job: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર ખુશીના સમાચાર મળી રહ્યા છે. એટલે તલાટી અને જુનિયર ક્લાર્કના(Junior Clerk Job) ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સિવાય પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પાડવામા આવશે. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

સરકારી ભરતીને લઈને મોટા સમાચાર
પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપવામાં આવી કે આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.

તલાટી અને જુનિયર ક્લાર્ક માટે વેઇટિંગ લિસ્ટ જાહેર
હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ ઉમેદવારોનું 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ પ્રસિદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, તલાટી અને જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પુર્ણ થતાની સાથે જ mphw (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ની વેઇટિંગ લિસ્ટ પર કામગીરી શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

MPHW ની કામગીરી પણ ટુંક જ સમયમાં શરૂ કરવામાં આવશે
પટેલે ટ્વીટમાં જણાવ્યું કે, તલાટીના ખુટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ વેઇટિંગ લિસ્ટ બહાર પડાશે. અગાઉ ફાળવાયેલા જિલ્લાના ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને 3014 તલાટી કમ મંત્રી અને 998 જુનિયર ક્લાર્કને નિમણુંક પત્ર ફાળવાયા હતા.