સચ કડવા હૈ! રવિન્દ્ર જાડેજાએ ભાજપમાં તો, તેના પિતાએ કોંગ્રેસ માટે માગ્યા મત- જનતાના હિત માટે રાજકારણ કરે છે કે પોતાના…

ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar)ની 78 ઉત્તર વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ના ધર્મપત્ની રીવાબા જાડેજા(Rivaba Jadeja) ભાજપ(BJP)ના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા જામનગર…

ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar)ની 78 ઉત્તર વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ના ધર્મપત્ની રીવાબા જાડેજા(Rivaba Jadeja) ભાજપ(BJP)ના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા(Bipendra Singh Jadeja) ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા(Anirudh Singh Jadeja) દ્વારા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને વિજય બનાવવા રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી છે. જેને લઈ જામનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો એક તરફ જામનગરની ઉત્તર વિધાનસભા બેઠક પર રિવાબાને જીતાડવા રવીન્દ્ર જાડેજા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે અને ઠેર-ઠેર રોડ શો કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરવામાં આવી છે. સાથે જ રવિન્દ્ર જાડેજાની બહેન પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહી છે.

રવિન્દ્ર જાડેજાના પિતાએ જુઓ શું કહ્યું?
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયો દ્વારા જણાવતા કહ્યું કે, હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં જામનગરના ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર એવા મારા નાના ભાઈ જે રાજપુત સમાજના ખાસ વ્યક્તિ છે તેઓને વિજય બનાવવા મારી નમ્ર વિનંતી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ ભાજપના ઉમેદવાર રીવાબાના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરવામાં આવી છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

આવતી કાલે છે પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *