ચૂંટણી જીતવા કઈ પણ કરી શકે ભાજપ? લોકોને પૈસા આપતો વિડીયો સામે આવતા રાજકારણમાં ખળભળાટ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે. ત્યારે આ બધાની વચ્ચે એક મતદારોને રીજવવા માટે પૈસાની લ્હાણી કરતો એક વિડીયો(Video) ચુંટણી અગાઉ જ બહાર આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પૈસાની લ્હાણી કરતો વિડીયો વાયરલ: 
મહત્વનું છે કે, ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતો વિડીયો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ વિડીયો બનાસકાંઠાના દાંતા વિસ્તારોનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, અનેક લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓને રૂપિયાની વહેંચણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલેકે અહીં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ આ વાયરલ થયેલા વિડીયોએ ભારે ચર્ચા જગાવી દીધી છે. આ વિડીયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. આ વિડીયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

આવતી કાલે છે પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *