થોડા દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ વધ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિકોલના ભાજપના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને બે દિવસથી તાવ આવતો હતો. ગઈકાલે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હાલ તેમની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તબિયત સુધારા પર છે. તેઓ પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થતા સોશિયલ મીડિયામાં ભાજપના નેતા ને સિવિલ તંત્ર કે સરકારી સ્વાસ્થ્ય સેવા પર ભરોસો નથી તેવો આક્રોશ દેખાઈ રહ્યો છે.
આ પહેલા તેમના મતવિસ્તારના લોકોએ ધારાસભ્ય ગુમ થયા હોવાની વાત પણ કરી હતી. અને હાલ પણ તેમને કોરોના પોઝીટીવ આવતા જગદીશ પંચાલ સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવા ન ગયા તે બાબતે માછલા ધોવાઇ રહ્યા છે.
એક તરફ મુખ્ય પ્રધાન બણગા ફોડી રહ્યા છે કે, ગુજરાત ની સ્વાસ્થ્ય સુવિધા અમેરિકા કરતા પણ વધુ સારી છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યને કોરોના પોઝીટીવ આવતા તેઓ સારવાર લેવા પ્રાઇવેટ હોસ્પીટલમાં દોડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.