ભગવાન આવો પતિ કોઈને ન આપે! 6 માસની ગર્ભવતી પત્નીને જાહેરમાં નિર્વસ્ત્ર ફેરવી, મારપીટ કરી 1 KM સુધી દોડાવી

Published on Trishul News at 2:57 PM, Sun, 3 September 2023

Last modified on September 3rd, 2023 at 2:58 PM

Husband stripped his wife naked in public In Rajasthan: હાલ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મણીપુર જેવી ઘટના સામે આવી રહી છે.ધારિયાવાડમાં એક મહિલાને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલો સામે આવી રહ્યો છે.પીડિતાના પોતાના પતિએ મહિલાને(Husband stripped his wife naked in public In Rajasthan) ગામના લોકોની સામે 1 કિમી સુધી દોડાવી હતી. આ ઘટના 31 ઓગસ્ટની છે. શુક્રવારે આ વીડિયો વાઇરલ થયા બાદ આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે.

ACP અમિત કુમારે જણાવ્યું છે કે મહિલાના લગ્ન આ ગામના જ એક યુવક સાથે દોઢ વર્ષ પહેલાં થયા હતા. આ ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આવા ગુનેગારોને સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન ન આપવું જોઈએ.

મહિલાએ મોડી રાત્રે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. આ પછી FIR નોંધવામાં આવી છે. એમાં 14 લોકોનાં નામ સામે આવ્યા છે. પોલીસે પતિ સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની નિંદા કરી છે. પંચે રાજસ્થાનના DGPને આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને પાંચ દિવસમાં આ મામલામાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

પોલીસે આરોપીને જંગલમાંથી પકડ્યો
આરોપીઓને શુક્રવારે રાત્રે જ સમાચાર મળ્યા હતા કે પોલીસ તેની ધરપકડ કરવા આવી રહી છે. આ પછી તેઓ જંગલ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેના પગમાં ઈજા થઈ હતી. જોકે પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. તેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસની છ ટીમ બનાવવામાં આવી રહી છે.

મહિલા ચીસો પાડતી રહી, કોઈએ મદદ કરી નહીં
મળતી માહિતી અનુસાર, લગ્નના છ મહિના પછી મહિલા પડોશી ગામ ઉપલા કોટાના એક યુવક સાથે ભાગી ગઈ હતી. એક વર્ષ પછી 30 ઓગસ્ટના રોજ જ્યારે મહિલા યુવક સાથે પાછી આવી ત્યારે તેનાં સાસરિયાં તેને બળજબરીથી તેમના ગામ લઈને આવ્યા હતા.

આ પછી તેના પતિએ ગામલોકોની સામે જ તેનાં કપડાં ઉતારી દીધા અને તેને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં તે પોતે બૂમો પાડી રહી છે અને છોડી દેવાની વિનંતી કરી રહી છે. તે દરમિયાન ગામના ઘણા લોકો માત્ર જોતા જ રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા, પરંતુ કોઈએ પતિને રોક્યો નહીં. મહિલાને છ માસનો ગર્ભ પણ છે.

Be the first to comment on "ભગવાન આવો પતિ કોઈને ન આપે! 6 માસની ગર્ભવતી પત્નીને જાહેરમાં નિર્વસ્ત્ર ફેરવી, મારપીટ કરી 1 KM સુધી દોડાવી"

Leave a comment

Your email address will not be published.


*