હાલમાં દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં કાયદાના રખેવાલ જ હેવાનિયતની હદો પાર કરી રહ્યા છે. તેવો એક કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે. અહીં એક કોન્સ્ટેબલે પોલીસ બેડાંને શરમમાં મૂકી દીધું છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પર વિવાહિતા સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કોન્સ્ટેબલની વિરુદ્ધ હાલ મામલો નોંધી લેવામાં આવ્યો છે. કોન્સ્ટેબલની વિરુદ્ધ મામલો નોંધાતા જ પોલીસ અધીક્ષક શ્યામ સિંહ દ્વારા તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક વિવાહિતાએ કોન્સ્ટેબલ મેવારામ પર દુષ્કર્મ આચરવા અને અશ્લીલ તસવીરો ખેંચવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, આરોપી કોન્ટેબલ દ્વારા દુષ્કર્મ આચરીને તસવીરો ખેંચવા ઉપરાંત તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દેવામાં આવી હતી. પીડિતા દ્વારા પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચીને કોન્ટેબલની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કોન્સ્ટેબલ મેવારામીની પીડિતાના ઘરમાં અવરજવર હતી. થોડા દિવસ પહેલા પીડિતા ઘરે એકલી હતી. આ દરમિયાન મેવારામ મીઠાઈ લઈને ત્યાં પહોંચી ગયો. મીઠાઈ ખાતા જ મહિલા બેભાન થઈ ગઈ. ત્યારબાદ મેવારામે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને અશ્લીલ તસવીરો ખેંચી લીધી. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધી.
આરોપી કોન્સ્ટેબલ થોડા વર્ષ પહેલા જ પોલીસમાં ભરતી થયો હતો. તે લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પીડિતાના પરિવાર સાથે ઓળખાણ હોવાના કારણે વિવાહિતાના ઘરે તેની અવરજવર રહેતી હતી. તેનો ફાયદો ઉઠાવીને તેણે મીઠાઈમાં નશીલો પદાર્થ ભેળવીને મહિલાને ખવડાવી દીધી. આરોપી કોન્સ્ટેબલ મેવારામ એ જ બીટનો પ્રભારી છે જ્યાં મહિલાનું ઘર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોલીસકર્મીની આ હરકતો ચર્ચાનો વિષય બની છે. આ સમગ્ર ઘટના રાજસ્થાનના જાલોરમાં બની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle