પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં 18 જાન્યુઆરીએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આર્મીના PROએ કહ્યું હતું કે, યુદ્ધવિરામના ભંગ દરમિયાન હીરો નિશાંત શર્મા ઘાયલ થયા હતા.
સારવાર દરમિયાન રવિવારે તેનું મોત નીપજ્યું હતું. નિશાંત શર્મા આર્મીના 10 જેએકે રાઇફલ્સ યુનિટમાં પોસ્ટ કરાયા હતા. સેનાના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જવાબ આપ્યો હતો. આ એક ખુબ દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે.
બુધવારે આર્મી કોન્સ્ટેબલ શહીદ થયો :
આની પહેલા પાકિસ્તાન સેનાએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, કૃષ્ણ વેલી સેક્ટરમાં બનેલી ફોરવર્ડ પોઝિશન પર આ ફાયરિંગમાં હવાલદાર નિર્મલસિંહ ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન બુધવારે તેનું મોત નીપજ્યું હતું.
પાકિસ્તાની સેના સતત ફાયરિંગ કરી રહી છે :
નવેમ્બર મહિનામાં પાકિસ્તાની આર્મીના ફાયરિંગમાં બીએસએફ અને આર્મીના કુલ 5 જવાનો શહીદ થયા હતા. કુલ 6 નાગરિકો પણ માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાની સેનાના 3 કમાન્ડો સહિત કુલ 11 સૈનિકોને માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારમાં ભારતીય સેનાના 2 જવાન શહીદ થયા હતા. એક દિવસ પહેલા જ, પૂંચ જિલ્લાના કિર્ની, કસબા અને શાહપુર સેક્ટરમાં તોપમારામાં સેનાના સુબેદાર માર્યા ગયા હતા. ગયા મહિને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટર નજીક ભારતીય સેનાએ બોર્ડર પર 2 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle