BREAKING NEWS: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં એક સાથે 5 જવાન શહીદ- વીર શહીદો અમર રહો

શ્રીનગર(Srinagar): સોમવારે એટલે કે આજ રોજ જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir Encounter)ના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની મુઠભેડ દરમિયાન 5 જવાનો શહીદ(Martyr of 5 Jawans) થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજૌરી જિલ્લાના પીર-પંજાલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં 4 જવાન અને એક JCO(Junior Commissioned Officer) શહીદ થયા છે.

આતંકવાદીઓ સામે સતત ચલાવવામાં આવી રહ્યું છે ઓપરેશન:
જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે અને આતંકવાદીઓને ખતમ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકવાદીઓના છુપાયાના સમાચાર બાદ ભારતીય સેનાએ કાર્યવાહી શરૂ કરી, ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

ઘટનાસ્થળે વધારે દળો મોકલવામાં આવ્યા છે:
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે હથિયારો સાથે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને જંગલમાં છુપાયા હોવાના અહેવાલ છે. વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે, જેથી આતંકવાદીઓના તમામ બહાર નીકળવાના માર્ગો બંધ કરી શકાય. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ વહેલી સવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

NIA એ 5 આતંકીઓની કરી ધરપકડ:
રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) એ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં 5 આતંકીઓની ધરપકડ કરી છે. NIA એ 3 ISIS આતંકીઓ અને 2 TRF આતંકવાદીઓની ધરપકડ કરી છે. NIA એ કાશ્મીરમાં 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ISIS ના આતંકીઓ પાસેથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *