જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir): શ્રીનગર(Srinagar) શહેરના ઝાકુરા વિસ્તારમાં(Zakura Area) પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. અહેવાલ છે કે શ્રીનગર પોલીસે લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)/ધ રેસિડેન્ટ્સ ફ્રન્ટના બે આતંકવાદીઓને મારી નાખ્યા છે. આઈજીપી કાશ્મીરે કહ્યું કે, આતંકવાદી(Terrorist)ઓના કબજામાંથી 2 પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી મળી આવી છે.
શુક્રવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં ઇકલાખ હજામ પણ પોલીસ દ્વારા માર્યો ગયો હતો. ખાસ વાત એ છે કે, હજમ અનંતનાગના હસનપોરામાં એચસી અલી મોહમ્મદની હત્યામાં પણ સામેલ હતો. આ પહેલા બુધવારે જ સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. તે દરમિયાન એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકી માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આતંકીની ઓળખ ઉમર ઈશફાક મલિક ઉર્ફે મુસા તરીકે થઈ છે.
પોલીસ પ્રવક્તાએ કહ્યું, “શોપિયાના નદીગામ ગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં, પોલીસ, સેના અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.”
તેમણે કહ્યું કે, ઓપરેશન દરમિયાન પેટ્રોલિંગ પાર્ટી સ્થળ પર પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, જેનો સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એક આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો,” શોપિયાંમાં બોંગમનો રહેવાસી મલિક ઉર્ફે મુસા પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.
પ્રવક્તાએ કહ્યું કે, માર્યો ગયો આતંકવાદી 2020થી સક્રિય હતો અને અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. તેણે કહ્યું કે, શોપિયાંના અમીશજીપોરામાં એએસઆઈ શબીર અહેમદ પર તાજેતરમાં થયેલા હુમલામાં મલિક પણ સામેલ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.