જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં આવેલ સુરનકોટે ગ્વાલિયર શહેરની એક યુવતીની ઓળખ છુપાવીને પ્રેમજાલામાં ફસાઈ ગઈ હતી અને ધર્માંતર બનીને લગ્ન કરી લીધા હતાં. કુલ 6 મહિના સુધી ઘરમાં રાખી અને હવે ઘરની બહાર ફેંકી દીધી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુવતીએ તેની સાથે થયેલ અત્યાચારનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો અને ગ્વાલિયર જવાં માટે લોકોની મદદ માંગી.
મહિલાએ સ્થાનિક પોલીસનો સહયોગ ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં મહિલા કુલ 2 દિવસ પહેલાં ગ્વાલિયર આવી હતી. આ મહિલા રવિવારે મહિલા ઘરે પરત ફર્યા બાદ જિલ્લા પોલીસનાં ધ્યાનમાં આવી હતી.
પોલીસ અધિકારીઓનું કહેવું છે, કે મહિલા સબ ઇન્સપેક્ટરએ મહિલાની સાથે વાત કરી છે.વીડિયોમાં મહિલા કહે છે, તે મારી સાથે રહ્યો. મારી સાથે ખોટું કરીને તેણે પોતાનો ધર્મ બદલ્યો હતો અને લગ્ન કરીને પોતાનાં ગામ પણ લાવ્યા હતાં. તેનું નામ શૌકત અલી ખાન છે.
તેણે મારા પૈસા પણ લૂંટી લીધા હતાં તેમજ કુલ 6 મહિનાથી ગામમાં રાખ્યા છે. મને હેરાન કરે છે તેમજ પરિવારનાં સભ્યો દ્વારા માર મારવામાં આવે છે.કોંગ્રેસનાં મીડિયા વિભાગનાં વાઇસ પ્રેસિડેન્ટ સૈયદ જાફરે આ મહિલાનો વીડિયો ટવીટ પણ કર્યો હતો. CM શિવરાજને ટેગ કરતા તેમણે લખ્યું હતું, કે મામા આ પીડિતાની અરજ સાંભળો.
તેને ન્યાય આપો, આગળ આવો. જો તમે સાધ્વીઓની સાચી પ્રશંસા કરો છો, તો પછી કેસનાં દોષિતો પર કડક કાર્યવાહી કરો અને તેમને જેલમાં મોકલો. આવી બાબતો કોઈપણ સમાજને સ્વીકારવી ન જોઈએ. આની સામે કડક પગલાં ભરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews