જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના… આર્મીનું વાહન ખીણમાં ખાબકતા એકસાથે આટલા જવાનો શહીદ- ‘ઓમ શાંતિ’

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુપવાડા(Kupwara) જિલ્લાના માછિલ સેક્ટર(Machil Sector)માં નિયંત્રણ રેખા(LOC) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણેય જવાનો…

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુપવાડા(Kupwara) જિલ્લાના માછિલ સેક્ટર(Machil Sector)માં નિયંત્રણ રેખા(LOC) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા હતા. ત્રણેય જવાનોના મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

સેનાએ જણાવ્યું કે શહીદ થયેલા ત્રણ સૈનિકોમાં 01 જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 02 ઓઆરનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો જે વિસ્તારમાં ખીણમાં પડ્યા છે તે હિમાચ્છાદિત વિસ્તાર છે.

ચિનાર કોર્પ્સ, ભારતીય સૈન્યએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે નિયમિત ઓપરેશન ટાસ્ક દરમિયાન, 1 JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 2 OR (અન્ય રેન્ક) ની ટીમ ટ્રેક પર બરફ પડતાં ઊંડી ખાડીમાં લપસી ગઈ હતી. ત્રણેય જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવી ઘટના નવેમ્બરમાં પણ બની હતી:
અગાઉ નવેમ્બર મહિનામાં પણ કુપવાડાના માછિલ સેક્ટરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં હિમપ્રપાતને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા. કુપવાડા પોલીસે જણાવ્યું હતું કે અલ્મોડા ચોકી પાસે હિમસ્ખલનનો ભોગ બનતા 56 આરઆરના 3 જવાન ફરજ પર શહીદ થયા હતા. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોના નામ સૌવિક હજરા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ છે. ત્રણેય મૃતદેહોને 168 એમએચ ડ્રગમુલ્લામાં મોકલવામાં આવ્યા છે.

હિમસ્ખલનમાં ત્રણ જવાનો શહીદ થયા હતા:
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે બની હતી. જવાનોની ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી, ત્યારે તેમના પર બરફનો મોટો હિસ્સો પડ્યો હતો. સર્ચ ઓપરેશન બાદ તે મળી આવ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *