હાલમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની વાતને લઈને આત્મહત્યાનું પગલું ભરતા હોય છે. આ દરમિયાન ફરી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં એક 21 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
આ 21 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ડિમ્પલબેન વિનુભાઇ અસોડિયા નામની મહિલાએ ગુરુવારે બપોરે તેના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પછી, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કર્યા પછી, એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. તપાસ પહેલા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાએ આ ઘટના પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ નિર્ણય જાતે લીધો હતો, તેથી તેના મૃત્યુ માટે પરિવારના સભ્યોને ખલેલ ન પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટના આધારે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને બનાવ બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle