એકસાથે 35 જેટલા બતકોનાં ટપોટપ મોત થતા તંત્રમાં મચ્યો હડકંપ- રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ જામનગરમાં પાછલા તળાવમાં એકસાથે 35 બતકના મોત ફુડ પોઇઝનીંગથી થયાનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે કે, જેથી જે તળાવમાં પક્ષીઓના મોત નીપજ્યા છે ત્યારે તાકીદે સાફ-સફાઇ કરવા પશુ દવાખાનાના અધિકારીઓ દ્વારા મનપાને તાકીદ કરવામાં આવી છે.

શહેરમાં તળાવની પાળ પર ગેઇટ નં.3 ની સામે જૂની RTO કચેરીની પાછળ આવેલ તળાવમાં શનિવારની સવારમાં એકસાથે 34 ટીલીયાળી બતક તથા 1 ભગતડું પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતાં. એક જ સ્થળે એકસાથે 35 બતકના મોતથી પક્ષી-પ્રેમીઓમાં દેકારો બોલી ગયો હતો. 35 માંથી 10 પક્ષીના મૃતદેહ પંચવટી નજીક આવેલ પશુ દવાખાનામાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતાં.

જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોમવારે આવતા તેમાં ફુડપોઇઝનીંગને લીધે પક્ષીઓના મોત નિપજયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આટલું જ નહીં જે તળાવમાં પક્ષીઓના મોત નિપજયા તે સ્થળે સાફ-સફાઇ કરવા માટે પણ મહાનગરપાલિકાને તાકીદ કરી દેવામાં આવી છે.

કોહવાઇ ગયેલ કચરો ખોરાકમાં ભળતા બેકટેરીયા વધી ગયા હતાં:
શહેરમાં RTO કચેરીની પાછળ આવેલ તળાવમાં થયેલા 35 પક્ષીઓના મોત નીપજતા 10 પક્ષી મૃતદેહના લોહીના સેમ્પલ લઇ પોસ્ટમોર્ટમ કરવાતા ફૂડપોઇઝનીંગની ઉપરાંત તળાવમાં ગંદકી તથા કચરો સેપ્રોસાઇટી એટલે કે, કોહવાઇ જવાને લીધે બેકટેરિયાનું પ્રમાણ વધતા ખોરાકમાં ભળી જતા પક્ષીઓના મોત થયા છે.

તળાવમાં પક્ષીઓના ટપોટપ મોત થયા તેને સતત ત્રણ દિવસ મુલાકાત લેવામાં આવી હતી પણ અન્ય બે દિવસ પક્ષીના મોત થયા ન હતાં. જો કે, તળાવમાં ગંદકી હોવાને કારણે તાકીદે સાફ-સફાઇ કરવા મનપાને જાણ કરી દેવામાં આવી છે એવું જામનગર પશુ દવાખાનાનાં વેટરનરી ઓફીસર ડો.હર્ષદ માવાણી જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *