પુરઝડપે જઈ રહેલ ટ્રેનમાં એવું તો શું થયું કે, તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા- જુઓ વિડીયો

સોશીયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. આ વિડીયો ખુબ ચર્ચામાં આવ્યો છે. પૂર્ણાગિરી જનશતાબ્દી એક્સપ્રેસના રોલડાઉન થઈને ઉલ્ટી દિશામાં દોડવા લાગ્યા પછી સલામત રીતે અટકી જતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.

અચાનક જ ટ્રેન ઉલટી દિશામાં દોડવાની સુચના મળતાની સાથે જ રેલવે ઓફિસરો હરકતમાં આવી ગયા હતા તેમજ પાછળની તરફનો ટ્રેક ખાલી કરાવી લેવામાં આવ્યો હતો. જે ટ્રેક પર ટ્રેન ઉલ્ટી દિશામાં દોડી રહી હતી. તેના પર નાના-નાના પથ્થરોના ટુકડા રાખીને મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી.

એવું જણાવવામાં આવ્યું છે કે, પૂર્ણાગિરિ જન શતાબ્દી એક્સપ્રેસ ટનકપુરમાં હોમ સિગ્નલથી જેવી પસાર થઈ રહી હતી જ્યાં એક ગાય ટ્રેનની નિચે આવી ગઈ હતી. ચાલક દ્વારા બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી હતી. ત્યારપછી જ્યારે ટ્રેનને આગળ વધારવા માટે વેક્યૂમ ખેંચવામાં આવી તો આશ્ચર્યજનક રીતે ટ્રેન ટનકપુર જવાને બદલે ઉલ્ટી દીશામાં દોડવા લાગી હતી.

ટ્રેનમાં સવાર તમામ મુસાફરો ઉલ્ટી ટ્રેનને જોઈને દંગ રહી ગયા હતા. ટનકપુર રેલવે સ્ટેશનના અધિક્ષક ડીએસ દરિયાલ જણાવતા કહે છે કે, ટ્રેન રિવર્સ હોવાની સુચના મળતાની સાથે જ રેલ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. બ્રેક ફેઈલ થઈ ચુકી હતી. જેથી ટ્રેકને અવરોધ કરીને જ ટ્રેનને રોકવી એકમાત્ર વિકલ્પ રહ્યો હતો.

જેને કારણે રેલવે કર્મિઓએ આ ટ્રેક પર અનેકવિધ જગ્યાએ નાના-નાના પથ્થર મુકી દેવામાં આવ્યા હતા કે, જેનાથી ટ્રેનની રફ્તાર ધીમેં-ધીમેં ઘટી ગઈ અને ટ્રેન અટકી ગઈ હતી. અધિક્ષકનાં જણાવ્યા મુજબ જો ટ્રેક પર મોટા પથ્થરો મુકવામાં આવ્યા હોત તો ટ્રેન પલટી જવાનો ભય રહેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *