વધુ એક લઠ્ઠાકાંડ! જુઓ કેવી રીતે ‘લઠ્ઠા’ઓ જાહેરમાં જ ફિલ્મી ગીતો પર માણી રહ્યા છે દારૂની મહેફિલ

ગુજરાત(Gujarat): એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra) બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ(Lattakand)ને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ જસદણ(Jasdan)માં જાણે દારૂબંધીનું નામો નિશાન ન હોય તેવી રીતે ચાર યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માણતા નજરે ચડ્યા હતા. આ વિડીયો વાયરલ(Viral video) થતા ચકચાર મચી જવા પામી છે. આ વિડીયોમાં ચારેય યુવક એકબીજા ઉપર દારૂ ઉડાડી રહ્યા હતા અને દારૂ ગટગટાવીને ફિલ્મી ગીતના તાલે ડાન્સ કરી નાચી રહ્યા હતા. જ્યારે એક યુવાન આ તમાશાનો વિડીયો ઉતારતો હતો. આ દારૂની માણવામાં આવી રહેલી બિન્દાસ્ત મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા નજરે ચડી રહ્યા છે અને આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વિડીયોમાં જોવા મળે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ વિડીયો જસદણના મફતિયાપરા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં આ દારૂની જાહેરમાં મહેફિલ થઈ હતી તે જસદણ પોલીસ સ્ટેશન સામેનો જ વિસ્તાર હોવાનું સામે આવ્યું હતું. આ મામલે હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા છે અને દારૂબંધીના લીરેલીરા ઉડાવતા આ વિડીયોમાં દેખાતા યુવાનો કોણ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લઠ્ઠાકાંડમાં 41 લોકોના મોત:
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 41 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં લઠ્ઠાકાંડમાં રોજીદ ગામમાં 10, ચદરવા ગામમાં 3, અણિયાળી ગામમાં 3, આકરું ગામમાં 3, ઉચડી ગામમાં 2, ભીમનાથ ગામમાં 1, કુદડા ગામમાં 2, ખરડ ગામમાં 1, વહિયા ગામમાં 2, સુંદરણીયા ગામમાં 1, પોલારપુર ગામમાં 2, દેવગણા ગામમાં 5, વેજલકા ગામમાં 1 અને રાણપરી ગામમાં 3 લોકોના મોત થયા છે.

દારૂની મહેફિલ માણતા PSI, 3 પોલીસકર્મીઓ સહિત 20 ઝડપાયા:
હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા હવે ખાખી સામે જ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે. અંદાજે 20થી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે, આ દારૂની મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *