શ્રીલંકા સીરીઝમાં Jasprit Bumrah ની વાપસી- BCCI એ કરી મોટી જાહેરાત

IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) લાંબા સમયથી પોતાની ખરાબ ફિટનેસથી ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે ગયા વર્ષે એશિયા કપ અને વર્લ્ડ કપ 2022માં તેની પસંદગી થઈ ન હતી. અને તેથી તમામ ક્રિકેટના ચાહકો બેચેન હતા કે, Jasprit Bumrah ટીમ ઈન્ડિયામાં પાછો ક્યારે આવશે. આ દરમિયાન 3 જાન્યુઆરીએ, BCCI દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાસ્ટ બોલરને શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Jasprit Bumrah શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમશે
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો. જોકે અગાઉ પણ તે ઓગસ્ટ મહિનામાં યોજાયેલા એશિયા કપનો ભાગ નહોતો. તેણે ટી20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં પુનરાગમન કર્યું હતું. જ્યાં તે છેલ્લી મેચમાં પીઠની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.

ત્યારબાદ તેને ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. ત્યારપછી Jasprit Bumrah સ્વસ્થ થઈ ગયો છે અને હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. Jasprit Bumrah ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમ સાથે જોડાશે.

Jasprit Bumrah ની વાપસી બાદ ટીમ ઈન્ડિયાનો ચહેરો બદલાઈ ગયો છે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *