આવી રહ્યું છે ‘જવાદ’ વાવાઝોડું! આ રાજ્યોમાં મચાવશે ભારે તબાહી- જાણો ગુજરાતમાં શું થશે અસર?

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘જવાદ’ને લઈને આંધ્રપ્રદેશ(Andhra Pradesh) અને ઓડિશા(Odisha)માં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સહિત આસપાસના ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની અપેક્ષા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાઉદી અરેબિયા(Saudi Arabia)એ આ ચક્રવાતને જવાદ(Jawad storm) નામ આપ્યું છે.

આંધ્રપ્રદેશમાં જવાદ એલર્ટ:
ચક્રવાત જવાદને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લામાં 11 NDRF, 5 SDRF, 6 કોસ્ટ ગાર્ડ, 10 મરીન પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમના નીચાણવાળા વિસ્તારોમાંથી 54,008 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાતી તોફાન જવાદ વિશાખાપટ્ટનમથી લગભગ 230 કિમી દક્ષિણપૂર્વમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણમાં, પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

ગુજરાતમાં શું થશે અસર:
ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ થઇ શકે છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખુબ જ ઠંડી પડી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. જેથી રાજ્યમાં ઠંડી સાથે અમુક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે.

ઓડિશા-આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 46 ટીમો તૈનાત:
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ‘જવાદ’ ઉત્તર આંધ્ર પ્રદેશની ઉપર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. શનિવારની સવાર સુધીમાં, તે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની નજીક પહોંચશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 5 ડિસેમ્બરે પુરીના કિનારે અથડાશે.

હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે:
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને વિશાખાપટ્ટનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઓડિશાના ગાઝાપટ્ટી, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં શનિવાર-રવિવારે અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

ચક્રવાત જવાદ પણ ઓડિશાના પુરી પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પુરીમાં આ સમયે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *