દુબઇથી પરત ફરેલ ગુજરાતના આ મોટા શહેરમાં ફૂટ્યો કોરોના બોમ્બ- એક સાથે આટલા લોકો પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

ગુજરાત(Gujarat): સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોના(Corona)ના નવા વેરિએન્ટ ઓમીક્રોને(Omicron) કારણે દુનિયામાં ફફડાટ મચાવી દીધો છે તેની ઝપેટમાં વિશ્વના અનેક દેશો આવી…

ગુજરાત(Gujarat): સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોના(Corona)ના નવા વેરિએન્ટ ઓમીક્રોને(Omicron) કારણે દુનિયામાં ફફડાટ મચાવી દીધો છે તેની ઝપેટમાં વિશ્વના અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ નવો વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ(Delta variant) કરતા પણ અત્યંત ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે.

ત્યારે એવામાં અમદાવાદના એક સાથે કોરોનાના 30 નવા કેસ સામે આવ્યા છે, જેમાં દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અત્રે મહત્વનું છે કે, દુબઈમાં લગ્ન પ્રસંગે 550થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી 30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં મોટા ભાગના યુવાનોનો સમાવેશ થાય છે.

દુબઇમાં લગ્ન પ્રસંગ દરમિયાન 550થી વધુ લોકો રહ્યા હતા હાજર:
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં ઓમિક્રોન વાયરસના ભારતમાં બે કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રિનિંગમાં પોઝિટિવ આવેલા લોકોના રિપોર્ટ જીનોમ સિકવનસિંગ માટે પૂણે મોકલવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકાર, કોરોનાવાયરસ ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે અને નવા વેરિઅન્ટ અંગે ચિંતાઓ સતત વધી રહી છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકાથી એક સપ્તાહ પહેલા રાજસ્થાનના જયપુર પરત ફરેલા એક પરિવારના 4 લોકો કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. સંક્રમિત પરિવારને જયપુરની RUHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *