વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… બાળકનું મોઢું જોવે તે પહેલા જ દેશ કાજે શહીદ થયા ગુજરાતનાં મહિપાલસિંહ

Jawan Mahipalsingh Wala of Surendranagar was martyred: જમ્મુ કાશ્મીરમાં તારીખ 4 ઓગસ્ટ શુક્રવારને સાંજે આંતકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે એક અથડામણ થઈ હતી. આ અથડામણમાં…

Jawan Mahipalsingh Wala of Surendranagar was martyred: જમ્મુ કાશ્મીરમાં તારીખ 4 ઓગસ્ટ શુક્રવારને સાંજે આંતકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે એક અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેમની સારવાર માટે શ્રીનગર ની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ત્રણે જવાનોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો આ ત્રણેય જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાલા પણ શહીદ(Mahipalsingh Wala martyred) થયા હતા. જોકે, આજે તેમની પત્નીની ડીલેવરી થવાની હોવાથી તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક તરફ તેમનું સંતાન દુનિયામાં આવવાની તૈયારીમાં છે અને બીજી બાજુ મહિપાલસિંહ દુનિયાને અલવિદા કહી દીધું છે.

શહીદ જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની છે તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં થયો છે. ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલન જંગલ વિસ્તારના ઉચ્ચા વિસ્તારમાં આંતકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. ઓપરેશન દરમિયાન શુક્રવારે તારીખ 4 ઓગસ્ટે સાંજે સૈનિકો અને આંતકવાદીઓ વચ્ચે એક અથડામણ થઈ હતી. જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મહિપાલસિંહનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આંતકીઓને પકડવા માટે ઓપરેશન હજુ ચાલુ પણ છે.

મહિપાલસિંહ છેલ્લા આઠ વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી જ્યાં તેમને ચાર વર્ષ ફરજ બજાવ્યા પછી બીજી પોસ્ટિંગ ચંદીગઢમાં કરવામાં આવી હતી જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર પછી છેલ્લા છ મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ કશ્મીરમાં થઈ હતી જ્યાં તેઓએ તારીખ 4 ઓગસ્ટ આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા છે. મહિપાલસિંહ એક મહિના પહેલા જ એક મહિનાની રજા લઈ અમદાવાદમાં આવવા આવવાના હતા. તેમની પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવા જઈ રહ્યું છે. આજે તેઓની પત્નીની ડીલેવરી માટે એક તરફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બીજી તરફ મહિપાલસિંહ તેમના અવારનારા સંતાન નું મોઢું જોવે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એરકાર્ગો મારફતે અમદાવાદમાં લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *