અંબાજી(Ambaji) દર્શન કરવા માટે જઇ રહેલા ભક્તોને ફરી એક વખત ગંભીર અકસ્માત(Serious accident) નડ્યો છે. અંબાજી નજીક આવેલ શીતળા માતાના મંદિર પાસેની ઘાટીમાં વહેલી સવારના રોજ એક જીપ 30 ફૂટ ઊંડી ખાઇ(Ambaji accident)માં ખાબકતા 6 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જે પૈકી 2 શ્રદ્ધાળુઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભયંકર અકસ્માતમાં 6 લોકો ઘાયલ, 2 લોકો અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત:
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના ભક્તો દર્શન કરવા જવા નીકળ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત નડ્યો હતો. અંબાજી નજીકના વિસ્તારમાં જીપને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જેટલા લોકો ઘાયલ થયાં જેમાં 2 લોકો ખુબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને તાત્કાલિક પણે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અંબાજી જતા માર્ગ પર અનેક વાર આવાં અકસ્માતો સર્જાતા રહેતા હોય છે:
નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજી બારેમાસ ભક્તોથી ભરપૂર જ રહે છે. એવામાં અંબાજી જતા માર્ગ પર અનેક વાર આવાં ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. તેમાં પણ ઘાટી વિસ્તાર હોવાથી અકસ્માતોનું પ્રમાણ અહીંયા ખૂબ જ વધારે જોવા મળે છે.
ત્યારે અકસ્માતની વાત કરવામાં આવે તો બુધવારની રાત્રિએ એક તૂફાન જીપના ચાલકે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો. શીતળા માતાની ઘાટીમાંથી પસાર થતા સમયે જીપને અકસ્માત નડ્યો હતો. જીપમાં સવાર ભક્તો સુંધા માતા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. GJ 17 AK 0411 નંબરની તૂફાન જીપ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં જે પૈકી ૨ લોકો અતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં આ ઇજાગ્રસ્તોને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. હાલમાં અકસ્માત મામલે અંબાજી પોલિસ ઘટના સ્થળે જઈને આગળની તપાસ હાથ ધરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.