છેલ્લા 10 કરતા પણ વધારે વર્ષોથી ટેલીવીઝન જગત પર ‘તારક મેહતા ક ઉલટા ચશ્મા’ રાજ કરી રહ્યો છે ત્યારે આ શો માં સૌથી વધુ પ્રખ્યાત થયેલ દિલીપ જોશી કે, જેઓ આ શો માં જેઠાલાલનું પાત્ર ભજવે છે. જેઠાલાલે કોરા કાગઝ, હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વોટ્સ યોર રાશિ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
તારક મહેતા..થી મળી પ્રસિદ્ધિ:
‘તારક મહેતા..’ શોમાં જ્યારે અસિત મોદીએ દિલીપ જોશીને જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેમણે આ રોલનો સ્વીકાર કરી લીધો હતો. છેલ્લા 13 વર્ષથી જેઠાલાલે તમામ ભારતીયના હ્રદયમાં અલગ જગ્યા બનાવવામાં આવી છે. આની સિવાય જેઠાલાલની એક દિવસની કમાણી જાણીને પણ તમે ચોંકી ઉઠશો.
જેઠાલાલની કમાણી:
‘તારક મહેતા..’ શોથી જેઠાલાલને તે મળ્યું છે જેના તેઓ હકદાર હતા. જો દિલીપ જોશીના નેટવર્થની વાત એક રિપોર્ટ પ્રમાણે કરવામાં આવે તો તેમણે આ શોથી કુલ 5 મિલીયન ડૉલરની કમાણી કરી છે. જેની કિંમત અંદાજે ભારતીય ચલણમાં 37 કરોડ રૂપિયા થાય છે. જો કે, આ તથ્યની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.
તેઓ એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયાની ફી વસુલે છે. દર મહિને તેઓ 36 લાખ રૂપિયાની કમાણી કરે છે. જયારે દર વર્ષે 5 કરોડ રૂપિયા કમાય છે. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ રહેલો છે. જેથી એમણે એમની પાસે ઓડી ક્યૂ 7 કાર છે જેની કિંમત 80 લાખ રૂપિયા રહેલી છે.
દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કરેલો છે. તેણે ફિલ્મોથી લઈને TVની દુનિયામાં ઘણું કામ કર્યું છે. તેણે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.