‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ TV શો નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ નામ સાંભળતાની સાથે જ બાળપણની યાદો તાજા થઇ જાય છે. મમ્મી એક બાજુ જમાડતી હોય તેમજ બીજી બાજુ સમગ્ર પરિવારનો મનપસંદ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો સમય થઇ ગયો હોય.
આ શો માં સૌથી લોકપ્રિય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોષી છે. એક સમય એવો હતો કે, જ્યારે દિલીપની પાસે ટેલેન્ટ હોવા છતાં તે પૈસા કમાઇ શકતા ન હતાં. કારણ કે, તેઓને કામ મળતું ન હતું. ગુજરાતી તેમજ હિન્દી એમ બંને સિનેમામાં તેમણે કામ કર્યાં બાદ ‘તારક મહેતા’ શો એ તેમને ઓળખ અપાવી હતી.
છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહેલ આ શો કુલ 3,000 થી પણ વધારે એપિસોડ પૂર્ણ કરી ચૂક્યો છે પણ એવું કહેવામાં આવે છે કે, કોઇપણ વસ્તુ અથવા તો વ્યક્તિ એકસમાન હોતી નથી. બસ તે જ રીતે આ શો માં પણ કેટલાંક ફેરફાર આવ્યા છે.
છેલ્લા 3 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવી રહેલ દિશા વાકાણી શો માંથી બહાર છે, જ્યારે સોઢી તથા અંજલિનું પાત્ર ભજવનાર કલાકારો પણ શો માં રહ્યાં નથી. ટપ્પુ તેમજ સોનુ પણ બદલાઇ ગયા છે. જેને કારણે આ શો ની ચમક જાણે ઓછી થઇ ગઇ હોય તેવું જણાઈ રહ્યું છે.
જેઠાલાલ છોડશે શો?
તારક મહેતા… શો માં સૌથી લોકપ્રિય જોડી હોય તો તે જેઠાલાલ અને દયાની છે. જ્યારથી દયા શો માંથી બહાર ગઇ છે ત્યારથી શો ની લોકપ્રિયતા ખુબ ઓછી થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે જેઠાલાલ પણ શો છોડવાની તૈયારીમાં હોય તેમ જણાઇ રહ્યું છે.
ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો :
એક યુટ્યુબ ચૅનલને આપેલ ઇન્ટરવ્યૂમાં જ્યારે દિલીપ જોશીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, શું તમે પણ શો છોડી દેશો ? ત્યારે જેઠાલાલે ખુલાસો કર્યો કે, તેમને દરરોજ અનેક જગ્યાએથી મોટી-મોટી ઑફર આવે છે પણ તેઓ તારક મહેતા…શો માં જેઠાલાલના પાત્રને એન્જોય કરી રહ્યાં છે. મેકર્સની સાથે કામ કરવાની તેઓને મજા આવે છે. આની માટે તેઓ આ શો છોડવા માટેના મૂડમાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle