ગુજરાત(Gujarat): જેતપુર(Jetpur)ના થાણાગાલોળમાં રહેતા અને બે દિવસથી ગુમ થયેલ યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં નદીના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આથી તેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ(Forensic postmortem) માટે રાજકોટ(Rajkot) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના જેતપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
યુવાન ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો:
જેતપુરના થાણાગાલોળ ગામનો વતની લલિત ચંદુભાઈ પરમાર(ઉં.વ.19)નામનો એક યુવાન 27 ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી રાત્રિના એક વાગ્યા આસપાસના સમયમાં ક્યાંક જતો રહ્યો હતો. ત્યારબાદ તેઓના પરિવારજનોએ બે દિવસ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી આવ્યો નહોતો. ગઈકાલે ગામના માલધારી પોતાના ઢોર લઇ ગામમાં ચરાવવા જઈ રહ્યા હતા. ત્યારે નદીની કેનાલમાં એક યુવાનનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.
પરિવારે પોલીસ સમક્ષ હત્યાનો આરોપ લગાવ્યો છે:
આ સમગ્ર મામલે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા જેતપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા તેઓએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. કોઈએ માર માર્યો હોવાના આરોપ લગાવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. લલિત બે ભાઈ એક બહેનમાં મોટો અને મજૂરી કામ કરી રહ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.