ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ધડામ કરતી ટક્કર થતા બે લોકો…- 10 કિમી સુધી સર્જાયો લાંબો ટ્રાફિકજામ

ગુજરાત(Gujarat): રાધનપુર(Radhanpur)થી મહેસાણા(Mehsana) રોડ ઉપર આજરોજ વહેલી સવારે ગોચનાદ નદી(Gochnad river)ના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પણે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાઈ જવા પામ્યો હતો.

રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપર આજે ગુરૂવારના રોજ વહેલી સવારે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને ઘટનાસ્થળે જ પલટી મારી ગયા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા થઈ હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોનો લામો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી બસમાંથી ઉતરીને ચાલતા નીકળી પડ્યા હતા. આ અકસ્માતના લીધે 10 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા એવું સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *