ઝારખંડ: સરકાર આરોગ્ય વિષે ઘણા દાવા કરતો હોય છે પરંતુ જયારે તે સુવિધા આપવાનો વારો આવે ત્યારે તે વાત પરથી મુકારાઈ જાય છે. તેવો જ એક બનાવ ઝારખંડ(Jharkhand)માંથી સામે આવ્યો છે. ઝારખંડ(Jharkhand)માં આરોગ્ય સેવાઓના સારા દાવાઓ નિષ્ફળ થઇ રહ્યા છે. અત્યારે પણ દર્દીઓને એમ્બ્યુલન્સ(Ambulance) આપવાનો સરકારનો દાવો બોગસ સાબિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી(CM) જે જીલ્લાના ધારાસભ્ય(MLA) છે તે જ જીલ્લાના દર્દીને ખાટલા પર સુવડાવીને હોસ્પિટલ(Hospital) લઇ જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હતા.
ઝારખંડમાં હજુ પણ એવા ઘણા વિસ્તારો છે, જ્યાં આરોગ્ય સેવા તો દૂર હોસ્પિટલમાં આવવા માટે એમ્બ્યુલન્સ પણ દર્દીઓને આપવામાં આવતી નથી. આની એક ઝલક ત્યારે જોવા મળી હતી જ્યારે સાહિબગંજ જિલ્લામાં પરિવારના સભ્યો ખાટલાની મદદથી દર્દીને 12 કિમી ચાલીને હોસ્પિટલમાં લઇ ગયા હતા. સાહિબગંજ જિલ્લામાં એક મહિલા દર્દીને તેના પરિવારના સભ્યો ખાટલાની મદદથી તેના ખભા પર લટકાવીને લગભગ 12 કિમીનું અંતર ચાલ્યા બાદ સદર હોસ્પિટલમાં પહોચ્યાં હતા. આ તે જિલ્લાની વાત છે જ્યાંથી મુખ્યમંત્રી ધારાસભ્ય છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાહિબગંજ જિલ્લાની બરહાયત બેઠકના ધારાસભ્ય છે.
હકીકતમાં, સાહિબગંજના ગદાય ડાયરામાં એક મહિલાની તબિયત અચાનક બગડ્યા પછી પરિવારના સભ્યોએ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. ત્યારે વાહન ઉપલબ્ધ ન હોવાનું બહાનું કાઢીને એમ્બ્યુલન્સ દેવાની ના પાડી દીધી હતી. બગડતી તબિયત જોઈને પરિવારના સભ્યોએ ખાટલા પર ચડાવીને દર્દીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. દર્દીના પરિવારજનોએ આશરે 12 કિલોમીટર પગપાળા ખાટલા પર દર્દીને હોસ્પિટલ લઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.