દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. ત્યારે હાલ ઝારખંડ (Jharkhand)ના સાહિબગંજ (Sahibganj)માં થયેલ રિબિકા મર્ડર કેસમાં એક નવો ખુલાસો થયો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, રિબિકા ગર્ભવતી હતી. એટલે કે, હત્યા પહેલા દિલદારના મામા અને તેના સાથીઓ દ્વારા રિબિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની કણપીણ હત્યા કરી દેવામાં આવી હતી.
દિલદાર અને રિબિકા બંનેના અગાઉ લગ્ન થયા હતા:
મળતી માહિતી અનુસાર, દિલદાર અને રિબિકા બંનેનાં આ બીજા લગ્ન હતાં. રિબિકાને રિયા નામની પાંચ વર્ષની પુત્રી છે. જયારે દિલદારને પહેલા લગ્નથી પણ એક પુત્ર છે. રિબિકાની દીકરી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. દિલદાર રિબિકાની દીકરીને સાથે લઈ જવા માગતો હતો, પરંતુ તેના દાદાએ ના પાડી હતી.
ત્યારે દિલદારના મામા અને તેના સાથીઓ દ્વારા રિબિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની કણપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અત્યારસુધીમાં 10 આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસસૂત્રોનો દાવો છે કે આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમજ એસપીએ જણાવ્યું છે કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું કે નહિ, એ અંગે ટિપ્પણી કરી શકાશે.
રિબિકાના અંતિમસંસ્કાર ગોંડા પહાર ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કાર વખતે ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવ અને એસપી અનુરંજન કિસ્પોટ્ટા પણ હાજર હતા. તેમજ આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા ડોગ-સ્ક્વોડની મદદથી રિબિકાના લોહીના ડાઘવાળા જેકેટ સહિત કેટલાંક કપડાં મળ્યાં છે. પોલીસ હજુ રિબિકા પહાડીનની હત્યામાં વપરાયેલા મુખ્ય હથિયારને શોધી રહી છે. પોલીસે આરોપીના ઘરેથી અત્યારસુધીમાં નાની સાઈઝની બે છરી કબજે કરી છે, પરંતુ પોલીસનું માનવું છે કે આ સાઈઝના હથિયારથી લાશના ટુકડા કરવા અશક્ય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.