બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના આક્ષેપોની તપાસ કરવા સરકારે SITની રચના ભલે કરી દીધી હોય, પરંતુ આ મામલે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી આવેલા યુવક-યુવતીઓને ટેકો આપવા માટે આજે હાર્દિકની સાથે જિગ્નેશ મેવાણી પણ ઉપવાસ પર બેઠા છે.
દરેક ઉમેદવારોની ફક્ત એક જ માંગ છે કે સરકાર SITની તપાસ બેસાડવાના બદલે આ પરીક્ષાને જ રદ્દ કરવી જોઈએ. જો કે સરકાર પરીક્ષા રદ્દ કરવાની માંગને માનવા માટે તૈયાર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વિદ્યાર્થીઓને પોતાનો ટેકો આપવા માટે ગાંધીનગર આવી રહ્યા છે. ઉમેદવારોની એક જ માંગ છે કે જ્યાં સુધી પરીક્ષા રદ્ થયાની જાહેરાત નહીં થાય ત્યાં સુધી તેઓ ગાંધીનગર માંથી નહીં ખસે.
ગઈકાલે એટલે કે ગુરુવારે સરકારે SITની જાહેરાત કરી ત્યારે જ આંદોલનકારીઓમાં બે ભાગ પડી ગયા હતા. કેટલાક આંદોલનકારીઓ SITના ગઠનથી રાજી હતા, જ્યારે કેટલાકનો દાવો હતો કે ગુજરાતમાં આવી કેટલીય SIT કામ કરી રહી છે, અને તેની તપાસનો કોઈ મતલબ નથી. માટે કોઈપણ કારણે આ પરીક્ષા રદ્દ જ થવી જોઈએ.
જીગ્નેશ મેવાણીએ આજે ઉમેદવારોને ધ્યાનમાં લઇ જણાવ્યું હતું કે બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની સાથે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિને રદ્દ કરવા માટે પણ હટાવવા પડશે. બીજી બાજુ, આજે ગૃહ રાજ્યમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજાએ ફરી કહ્યું હતું કે સરકાર કોઈપણ ઉમેદવાર સાથે અન્યાય થવા દેશે નહિ. સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 1.20 લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.