એક ધારાસભ્ય હોવા છતાં શા માટે જીગ્નેશ મેવાણીએ રસ્તા પર ઉતરીને માંગી ભીખ? કારણ જાણીને કહેશો બધા નેતાઓએ આવું કરવું જોઈએ

કોરોના મહામારી દિવસેને દિવસે વધતી જાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઑક્સિજનની અછત જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી તેમના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટેની મંજૂરી મુખ્ય સચિવને પત્ર લખીને માંગી હતી.

માંગ પૂર્ણ ન થતા બનાસકાંઠા જિલ્લામાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh mevani) આજે પોતાના મતવિસ્તારમાં ઓક્સીજન (oxygne) પ્લાન્ટ લગાવવા માટે લોકો પાસેથી આર્થિક સહાયની ભીખ માંગતા રોડ પર નજરે પડ્યા હતા. સરકારે ધારાસભ્યની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના વિસ્તારમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ આજે ભીખ સહાયનું ચેમ્પિયન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી (palanpur) શરૂ કર્યુ છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે, તેઓની ગ્રાન્ટ માટે ગુજરાત હાઇકોર્ટમાં તમને આ મામલે પિટિશન દાખલ કરી છે. તેમનો સરકાર સામે આક્ષેપ છે કે, ગુજરાતના 182 જેટલા ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મતવિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી.

વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત ના કારણે મોતને ભેટી રહ્યા છે જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓક્સિજન પ્લાન્ટ વડગામ મતવિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડ્યા.

જેમાં લોકો તરફથી પણ યથાશક્તિ યોગદાન આપી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ને હુંફ આપવા માટે મદદરૂપ થયા હતા જેમાં વડગામ પંડિત દિનદયાલ એસોસિએશન તરફ થી પણ 25000 રૂપિયા નો ફાળો આપવામાં આવ્યો હતો ધારાસભ્ય ની આ કામગીરી ની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.

આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવા આજે આ સહાય કેમ્પઇન શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *