મોદીજી સાથે Man vs Wild શો બનાવનાર ટીમને મળ્યા આટલા રૂપિયા. જાણીને ચોંકી જશો.

253
TrishulNews.com

તારીખ 12/8/2019 ના રોજ ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના Man vs Wild વાળા એપિસોડની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. જાણકારી અનુસાર આ શો એકસાથે 180 દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જોકે ભલે આ શોમાં ભારતના વડાપ્રધાન ગેસ્ટ હોય, પણ નેશનલ પાર્કના નિયમ મુજબ પાર્કમાં શૂટિંગ કરવા બદલ ડિસ્કવરી ચેનલ પાસે બાકાયદા ફી વસૂલી છે, જ્યાં ડિસ્કવરી ચેનલે જિમ કોર્બેટ નેશનલ પાર્કને 1.26 લાખ રૂપિયા આપવા પડ્યા છે.

આ કારણોસર ડિસ્કવરી ચેનલ નેશનલ પાર્ક પાસે કેટલાક મહિનાઓ અગાઉથી પરવાનગી લેવી પડી હતી. નેશનલ પાર્કના સંચાલકો દ્બારા પરવાનગી મળ્યા બાદ નેશનલ પાર્કની અંદર પ્રવેશ અને ત્યાં રહેવાની વ્યવસ્થાની ફી પેઢે ચેનલે આ ચાર્જ આપવો પડ્યો છે. અધૂરામાં નેશનલ પાર્કે ચેનલને બધા વિસ્તારોમાં ફરવાની કે શૂટ કરવાની પરવાનગી પણ નહોતી આપી. એ માટે ચેનલે માત્ર થોડા વિસ્તારો માટે જ પરવાનગી આપી હતી.

આ શો દરમિયાન બેયર ગ્રિલ્સ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જીવનના અનેક પ્રસંગો શેર કર્યા હતા. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ કેટલાક પડકારોનો સામનો કર્યો હતો, જેમાં તેમણે લાકડા અને પોલિથીનથી બનેલી હોડીથી નદી પણ પાર કરી હતી. આ શોમાં બેયર ગ્રિલ્સ અને નરેન્દ્ર મોદી વચ્ચે વન્ય જીવોના સંરક્ષણને લઈને પણ ઘણી વાત થઈ હતી.

Loading...

Loading...