બહેન સાથે જ ન કરવાનું કરવા લાગ્યો આ રાક્ષસ! બહેન કોઈને મોઢું દેખાડવા લાયક ન રહી

દુષ્કર્મની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે નથી જણાઈ રહ્યું. ત્યારે હાલ હરિયાણામાં આવેલા જીંદ વિસ્તારમાંમાંથી આવી…

દુષ્કર્મની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે નથી જણાઈ રહ્યું. ત્યારે હાલ હરિયાણામાં આવેલા જીંદ વિસ્તારમાંમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. દિવસે ને દિવસે આવી હેવાનિયત ભરી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની દીકરીઓ અને મહિલાઓ બહાર તો ઠીક પરંતુ હવે તો ઘરમાં પણ સુરક્ષિત નથી.

હરિયાણાના જીંદ જિલ્લામાં ભાઈ-બહેનના સંબંધોને શરમજનક બનાવતો કિસ્સો સામે આવ્યો છે. (Hariyana Jind Rape) એક મહિલાએ તેની માસીના છોકરા પર, એટલે કે ભાઈ પર તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જેણે તેના કપડા જબરદસ્તીથી ફાડી નાખ્યા હતા. મહિલાના જીજુ પણ સંબંધ બનવા માંગતા હતા. હાલ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં, જીંદની એક કોલોનીમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે તેની માસીના પુત્ર પ્રવીણ મલિક જે ગનૌર સોનીપતના રહેવાસી છે, તેના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયો અને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના કપડાં ફાડી નાખ્યા હતા. કોઈક રીતે મહિલા તે હેવાનના ચુંગાલમાંથી છટકી ગઈ હતી.

મહિલાએ જણાવ્યું કે આ પછી પણ તે તેને વારંવાર ફોન કરતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને ગંદી ગાળો પણ આપતો હતો, સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિતાએ જણાવ્યું કે, તેના જીજુ રૂરકી નિવાસી દિનેશ હુડ્ડાએ પણ વારંવાર ફોન કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

મહિલાના કહેવા પ્રમાણે, જીજુએ તેને અશ્લીલ વીડિયો મોકલ્યો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેની સાથી સોનિયા નામની મહિલાએ પણ તેને વારંવાર ફેસબુક પર મેસેજ કરીને તેની જીજા સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ત્યારબાદ આખરે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. તમને જણાવી દઈએ કે મહિલા થાણા પોલીસે પ્રવીણ, દિનેશ અને સોનિયા વિરુદ્ધ બળાત્કારનો પ્રયાસ Hariyana Jind Rape , હુમલો અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *