Jobs in Indian Railways: ભારતીય રેલ્વે (Indian Railways) માં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નોકરી (Job) મેળવવા માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતીની સૂચના 31 મે 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. તમે ઓફિસીયલ વેબસાઇટ https://pb.icf.gov.in/ પરથી ભરતી સંબંધિત તમામ અપડેટ અથવા મેળવી શકો છો.
કેટલી જગ્યાઓ ખાલી છે?
ભારતીય રેલ્વેની આ ભરતીમાં કુલ 530 જેટલો જગ્યાઓ છે, જેમાં સુથાર માટે 50, ઇલેક્ટ્રિશિયન માટે 102, ફિટર માટે 113, મશીનિસ્ટ માટે 41, પેઇન્ટર માટે 49, વેલ્ડર માટે 165, MLT-રેડિયોલોજી માટે 04, MLT-પેથોલોજી માટે 04 અને PASAની 10 ની ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ
ધોરણ 10 પાસ માટે – 6,000 સ્ટાઈપેન્ડ
ધોરણ 12 પાસ માટે – 7,000 સ્ટાઈપેન્ડ
ITI પાસ માટે – 7,000 સ્ટાઈપેન્ડ
પસંદગી પ્રક્રિયા
ભારતીય રેલ્વેની આ ભરતીમાં 2 રાઉન્ડમાંથી પસાર થયા પછી નોકરી ઉપલબ્ધ થશે જેમાં પ્રથમ ઉમેદવારોની યોગ્યતાના આધારે પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા રેલ્વેની ઓફિશિયલ વેબસાઈટ https://pb.icf.gov.in/ પર જાઓ.
હવે તમને સૌથી ઉપર “Apply” નો ઓપ્સન દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
અને ત્યારબાદ ફી ઓનલાઈન ભરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.