રાજસ્થાન કોંગ્રેસના એક ધારાસભ્ય જોહરીલાલ મીણા ના પુત્ર દુષ્કર્મના આરોપ સાથે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાજકારણની ચાલ રમતા પ્રિયંકા ગાંધીને પીડિતાના પરિવારને મળવા આવો તેવું આમંત્રણ આપ્યું છે. રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર હુમલો કરતાં વિપક્ષ માં બેસેલા ભાજપે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં વારંવાર બળાત્કાર પર રાજનીતિ કરવા જતા પ્રિયંકા ગાંધીએ રાજસ્થાન આવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી દુષ્કર્મ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના અલવર જિલ્લામાં રાજગઢ લક્ષ્મણગઢ ના કોંગ્રેસ ધારાસભ્ય જોહરીલાલ મીણા ના દિકરા દિપક સહિત ચાર લોકો પર એક સગીરા સાથે દુષ્કર્મ નો આરોપ લાગ્યો છે. દૌસા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિતા વિદ્યાર્થિનીના નિવેદનને આધારે fir નોંધવામાં આવી છે.
ભાજપ સતત કોંગ્રેસના ધારાસભ્યના પુત્રની ધરપકડની માંગ કરી રહ્યું છે. દરમિયાન ભાજપના એક નેતાએ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાને શતાબ્દી ટ્રેનની ટિકિટ બુક કરાવીને રાજસ્થાન આવવાનું આમંત્રણ આપ્યું છે. જયપુર આવવા માટે ભાજપના નેતાએ પ્રિયંકા ગાંધીની ટિકિટની કોપી ટ્વિટર પર શેર કરી છે. બીજેપીના સંગઠન મંત્રી જીતેન્દ્ર ગોથવાલે લખ્યું કે પ્રિયંકાજીએ તાત્કાલિક જયપુર આવવું જોઈએ, કારણ કે રાજસ્થાનમાં પણ છોકરીઓ લડી શકતી નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર સામે ગેંગરેપનો મામલો ગરમાયો છે.
राजस्थान में कांग्रेस विधायक के बेटे ने एक नाबालिग से बलात्कार किया है ।
नाबालिग लड़की आपके विधायक के बाहुबल के आगे लड़ नहीं पा रही !@priyankagandhi जी, आपके लिए रेल की टिकट भेज रहा हूँ । तुरंत जयपुर आइए । क्योंकि राजस्थान में भी “लड़कियाँ हैं, लड़ नहीं पा रही हैं” ! pic.twitter.com/fYlFYmUqQr
— Jitender Gothwal (@JitenGothwal) March 27, 2022
આરોપ છે કે, યુવતીને પડોશમાં રહેતા એક છોકરાએ ફેસબુક ના માધ્યમથી પોતાના પ્રેમજાળમાં ફસાવી છે અને હોટલમાં લઈ ગયો હતો. જ્યાં ધારાસભ્યના દીકરા ની સાથે તેના મિત્રે મુલાકાત કરાવી હતી અને તેને નશાની ગોળીઓ ખવડાવી ને ધારાસભ્ય ના છોકરા સહિત પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું. સાથે સાથે આરોપ લગાવવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીનો અશ્લીલ વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને ઘણી વખત ગેંગરેપ કરવામાં આવ્યો. જેને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી.
બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું છે કે, રાજસ્થાન શરમથી શર્મસાર થઈ ગયું છે. કોંગ્રેસ ધારાસભ્ય ના દિકરા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો છે. એક વર્ષમાં છ હજારથી વધુ મામલાઓ નોંધાયા છે. રાજસ્થાનમાં કાનૂન રાજ ખતમ થઇ ગયું છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું વિશ્વાસ અપાવું છું કે કોંગ્રેસ કુલદીપ સેંગરની(ભાજપના એક ધારાસભ્ય જે દુષ્કર્મના આરોપી છે) રક્ષા નહીં કરે અને ખેડૂતોને કચડશે પણ નહીં. સુરજેવાલા એ વધુમાં કહ્યું કે આરોપી કોઈ પણ હશે અમારી સરકાર કડક કાર્યવાહી કરશે. જ્યારે બીજી તરફ ધારાસભ્ય જોહરીલાલ મીણાએ પોતાના દીકરા પર આરોપ લાગ્યા બાદ કહ્યું કે, આ બધી રાજનૈતિક વિરોધીઓની સાજીશ છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેથી મને બદનામ કરવા માટે આ બધા આરોપ લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.