ત્રકાર જશવંત પટેલ: ઊંઝા શહેર અને તાલુકામાં કોરોના કહેર ને પરિણામે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો કે જેઓ કોરોનાથી સંક્રમિત થાય છે તેમનું ઓક્સિજન લેવલ ઘટી જવાને પરિણામે તેમણે સરકારી અથવા ખાનગી દવાખાનાઓ માં રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કારણ કે ઉંઝામાં ઓક્સિજનની અપૂરતી સુવિધા છે જેને લઇને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી નથી. પરિણામે અનેક લોકો કોરોના ની સામે જિંદગી હારી રહ્યા છે.
આવા કોરોના ના કપરા સમયમાં પણ ઊંઝા ની સૌથી મોટી ધાર્મિક સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન મદદ માટે ખુલ્લા મનથી આગળ આવવામાં કોણ જાણે કેમ પીછેહઠ કરી રહ્યું છે ? કોરોનાના આવા કપરા કાળમાં ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના વતી ઓક્સિજનયુક્ત covid કેર સેન્ટર શરૂ કરાય તો અનેક લોકોને મોટી રાહત થઈ શકે છે. પરંતુ 61 કરોડ રૂપિયાનું ભંડોળ ધરાવતી ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના ટ્રસ્ટીઓ જાણે ભંડોળ ઉપર તેમનો પોતાનો જ અધિકાર હોય તેમ હજુ સુધી નિર્ણય લઈ શક્યા નથી.જેને લઈ સોશિયલ મીડિયામાં ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના ટ્રસ્ટીઓ સામે રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.
ઊંઝા ઉમિયા માતા સંસ્થાન એ આ વિસ્તારનું સૌથી મોટું ધાર્મિક સંસ્થાન છે. તેમજ સંસ્થાનમાં 61 કરોડ રૂપિયાનું ભંડોળ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી પાસેથી જાણવા મળ્યું છે. જોકે આવા કપરા સમયમાં ઊંઝા માતા સંસ્થાન મદદ માટે હાથ લંબાવતા કેમ પીછેહઠ કરી રહ્યું છે ? લક્ષ ચંડી યજ્ઞ માં લાખો રૂપિયા નો ખર્ચ કરનાર આ સંસ્થાન આવા કપરા સમયમાં કેમ આગળ આવતું નથી ? શું આ સંસ્થાન ઉપર માત્ર અને માત્ર વહીવટ કરનાર ટ્રસ્ટીઓ જ અધિકાર છે ? સંસ્થા માં આવેલું દાન શું માત્ર અને માત્ર વહીવટ કરનાર ટ્રસ્ટીઓના ઘરેથી આવેલું છે ?એવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠયા છે. સોશ્યલ મીડિયામાં વહેતો થયેલો મેસેજ…….
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા
પાટીદાર સંસ્થાન ઊંઝા
ઉંઝા હાઈ-વે ટચ નગર….વિશ્વ વિખ્યાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ…ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા….તમામ આગેવાનો અને હોદ્દેદારો ને ખાસ જણાવવાનું કે “માં ઉમા ના આશીર્વાદ થી આપણો સમાજ અને સંસ્થાઓ તમામ બાબતે ખૂબ જ સાધન/સંપન્ન હોવા છતાં અનેક સુવિધાઓ ના અભાવ છે….વાત છે હાલમાં ચાલી રહેલી વિશ્વ વ્યાપી “કોરોના વાયરસ” મહામારી ની….આ સમસ્યા સામે લડવા અને લોકો ને બચાવવા આપણી પોતાની સંસ્થાઓ એ અચૂક સામે આવવું જ પડશે…. ઉમિયા માતા સંસ્થાના પ્રમુખશ્રી/માનદમંત્રી શ્રી સાથે સાથે સર્વે કારોબારી સભ્યો…. માં ઉમા ના આશીર્વાદ થી ઉંઝા સંસ્થા ના ધન ના ભંડાર ભરેલા છે,, માં ની દયા થી કોઈ કામ અટકતું નથી ઉંઝા ની પવિત્ર ધરા ઉપર…..પણ આજે સાચાં અર્થ માં એવું જોવા અને સમજવા મળ્યું છે કે જાણે આ સોનેરી નગરીમાં ક્યાંક ખુબ જ મોટી ખામીઓ રહેલી છે…. લોકમુખે સાંભળવા મળતી ચર્ચા મુજબ શું ગુજરાત માં દરેક સામાજિક સંસ્થાઓ સરકાર ના તાબે થઈ ગઈ છે કે શું..???
આપણી પાટીદાર સમાજ ની આટલી મોટી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પણ એમાંની એક સંસ્થા છે કે શું..??? જો આ વાત સાચી નથી તો કેમ આ મોટી મોટી સંસ્થાઓ આ મહામારી ના સમય માં ધન ભંડાર ખુલ્લા મુકીને માનવજીવન બચાવવા આગળ નથી આવતી..??? ઉંઝા નગર ની વાત કરીએ તો “નામ મોટા ને દર્શન ખોટા” જેવી સ્થિતિ છે આ નગર ની…. નથી સારી સ્કૂલ-કોલેજ કે નથી સારી આરોગ્ય લક્ષી સેવાઓ માટે હોસ્પિટલ…. શું ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા આવા સામાજિક લોકકલ્યાણ ના કામો કરવા સક્ષમ નથી કે શું..??? માતાજી સંસ્થાન માં રૂપિયા ની મોટી મોટી આવકો ના આંકડા માત્ર ચોપડા ચિતરવા પુરતા અને વહીવટીતંત્ર ના લોકો ની મોજ-મજા માટે જ છે કે લોકો ને સમાજ ને મદદરૂપ થવા માટે પણ ખર્ચાય છે..???
આવા અનેક સવાલો આજે ઉંઝા તથા આસપાસના વિસ્તારમાં લોક મુખે ચર્ચાઈ રહ્યા છે….. ઉંઝા વિસ્તાર ને હાલ નો વર્તમાન સમય ને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે કાયમી અર્ધતન હોસ્પિટલ ની ખાસમખાસ જરૂરીયાત છે….તો આ સગવડ-સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તત્કાલે ઉમિયા માતાજી પાટીદાર સંસ્થાન ઊંઝા… આગળ આવે અને યોગ્ય પ્લાનિંગ કરી ને જાહેર કરે….. સંસ્થા ના કારોબારી સભ્યો જે હોય તે ને ખાસ જાણવું કે આવી સંસ્થાઓ કોઈ ના બાપ દાદા ની જાગીર નથી હોતી…કે….ના કોઈ પક્ષ-પાર્ટીઓ ની ગુલામ હોતી….આ સંસ્થાઓ સમાજ ના લોકો ના લોહી અને પરસેવાથી સિંચાઈ ને બનેલા વડવૃક્ષ સમાન હોય છે…. એટલે સમાજ નું જે છે એ સમાજ માટે વાપરવામાં વિચારવાનો સવાલ જ નથી ઉઠતો…
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી કોઈપણ પ્રકારની ચિલાચાલુ-ટ્રેમ્પલી સગવડ-સુવિધા નથી જોઈતી… જોઈએ છે તો માત્ર ને માત્ર કાયમી હોસ્પિટલ અને સૌ કોઈ જાણીએ છીએ કે આની ઉંઝા વિસ્તાર ને કેટલી અને કેવી જરૂર છે…. એટલે આ મેસેજ ને દરેક સામાજિક સંસ્થાઓ વધુ માં વધુ શેર કરીને ઉમિયા માતાજી સંસ્થાન ના ભોજનાલય માં મફતનું ખાઈ ને માતાજી ના A.C ચેમ્બર માં સુઈ ગયેલા આગેવાનો સુધી પહોંચાડી ને ઊંઘ માંથી ઉઠાડીને લગાવો આ જનહીત ના ભગીરથ કાર્યમાં સફળતા પૂર્વક પ્રોજેક્ટ ને પાર પાડવા….
લિ… ઉમિયા માતાજી ના ગોલખ માં યથા શક્તિ યોગ્ય દાન-ભેટ મુકી સમાજ ના હિતમાં મદદરૂપ થવા તત્પર રહેતો સામાજિક સેવક…બોલો શ્રી ઉમિયા માત કી…. માં ઉમિયા આપની મનોકામના પૂર્ણ કરે