હાલ રાજસ્થાન (Rajasthan)ના અજમેર (Ajmer)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં કૌટુંબિક વિવાદે હસતાં-રમતાં કુટુંબનો લગભગ અંત આણ્યો છે. બાળકો સાથે કૂવામાં ઝંપલાવનાર માતા તો બચી ગઈ હતી, પરંતુ પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. માંગલિયાવાસ પોલીસ સ્ટેશને ચાર બાળકોના મૃતદેહ પીસાંગણ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ મામલો અજમેર જિલ્લાના ગીગલપુરા(ગોલા) ગામનો છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બલદેવ રામ ગુર્જરની પત્ની મોતી દેવી(32) સાથે પરિવારમાં ઝઘડો થયો હતો. જેના કારણે તે પોતાના 4 બાળકો સાથે મોતી દેવી કૂવામાં કૂદી પડી હતી. મોતીદેવીને જીવતી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ કોમલ (4), રિંકુ (3), રાજવીર (2) અને દેવરાજ (1 મહિનો)ને બચાવી શકાયા ન હતા. થોડા સમય બાદ તેઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દરમિયાન દેવરાજનું શરીર કાંટામાં અટવાઈ ગયું હતું. તેના માટે અજમેરથી એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને ઘણી મહેનત બાદ શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે ચારેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોડુ ગુર્જર માત્ર ખેતીનું કામ કરે છે. આ ચાર બાળકો સિવાય એક મોટો દીકરો રવિ (7) છે જે બચી ગયો છે. બીજી તરફ ASI હોશિયાર સિંહે જણાવ્યું કે પતિ બોદુસિંહે જાણ કરી કે, તેની પત્ની મોતીદેવી ડિલિવરીથી ડિપ્રેશનમાં હતી. માનસિક તણાવને કારણે તેણીએ રાત્રે બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં ચારેય બાળકોના મોત થયા હતા. તે જ સમયે એસપી ચુનારામ જાટ અને એએસપી વૈભવ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની પૂછપરછ કરી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.