ચાલુ બાઈકે રિવોલ્વર સાથે સ્ટંટ કરવો યુવકને પડ્યો ભારે – વીડિયો વાઇરલ થતા પોલીસે કરી ધરપકડ

જૂનાગઢ(Junagadh): સોશિયલ મીડિયા(Social media) એક એવું પ્લેટફોર્મ છે જે આપણને તમામ પ્રકારના વિડીયોનું માર્ગદર્શન અને મનોરંજન પૂરું મળે છે. ત્યારે હાલમાં એક વ્યક્તિના સ્ટંટનો વિડીયો(Stunt…

જૂનાગઢ(Junagadh): સોશિયલ મીડિયા(Social media) એક એવું પ્લેટફોર્મ છે જે આપણને તમામ પ્રકારના વિડીયોનું માર્ગદર્શન અને મનોરંજન પૂરું મળે છે. ત્યારે હાલમાં એક વ્યક્તિના સ્ટંટનો વિડીયો(Stunt video) સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યકિત સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. જૂનાગઢમાં એક યુવક ચાલુ બુલેટ ઉપર હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વાઈરલ થયેલ વિડીયોને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથધરી હતી. જૂનાગઢના મેઘાણીનગરમાં વસવાટ કરતા 18 વર્ષીય હર્ષ દાફડા નામના યુવક પિતાની લાઇસન્સવાળી રિવોલ્વર લઈને નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. એને આધારે LCB સ્ટાફે ત્વરિત જ યુવકની ધરપકડ કરી તેની પાસેથી રિવોલ્વર તથા બુલેટ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના એક યુવાને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રસ્તા વચ્ચે જ ચાલુ બુલેટ ઉપર રિવોલ્વર કાઢીને વીડિયો બનાવ્યો હતો, અને ત્યાર બાદ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં રસ્તા પર બુલેટ બાઈક પર જઈ રહેલો એક યુવક હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. યુવક એક હાથે બાઈક ચલાવી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર કાઢીને જાહેરમાં એનું પ્રદર્શન કરી રહ્યો હતો તેમજ આ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ વાઇરલ વીડિયો અંગે પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ આદેશ કરતાં એલસીબીની ટીમે તપાસ હાથ ધરતાં પોલીસને ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે વાઇરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ હર્ષ મનસુખભાઇ દાફડા રહે. મેઘાણીનગર, જૂનાગઢવાળો છે, જેથી બાતમીના આધારે આ યુવકને રિલાયન્સ મોલ સામે આવેલી રાજલક્ષ્મી પાર્ક સોસાયટીના જાહેર રોડ પરથી પોલીસે અટક કરી હતી. એ બાદ તેની અંગજડતી તપાસ કરતાં તેના જીન્સના પેન્ટના નેફામાંથી હથિયાર મળી આવ્યું હતું.

પોલીસે આ હથિયાર અંગે યુવકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ હથિયાર તેના પિતા મનસુખભાઇનું લાઇસન્સવાળું છે. ત્યારે પિતાએ પોતાના દીકરાને પોતાનું લાઇસન્સવાળુ હથિયાર આપી તેમજ તેના પુત્રએ વગર લાઇસન્સે જાહેરમાં ખુલ્લું હથિયાર રાખી બુલેટ ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ગુનો કર્યો હોવાથી હર્ષ દાફડા સામે હથિયારધારા કલમ 25 (1)બીએ, 30, 29 તથા જી.પી.એકટ 135 મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હર્ષ પાસેથી ફાઇબરના હાથાવાળી એમ.પી. રિવોલ્વર 32 (7.65 મી.મી.) એસ.એ.એફ. કાનપુર (ભારત) બનાવટની રિવોલ્વર કી. રૂ.1 લાખની જપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *