Junagadh, Gujarat: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટના ખૂબ વધી ગઈ છે. ત્યારે ગુજરાતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવતા ચારેબાજુ ચકચાર મચી ગયો છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતીય આશ્રમના શિષ્ય રાજભારતી બાપુએ પોતાને જ ગોળી મારી જીવન ટૂંકાવી દીધું છે. રાજભારતી બાપુ ભારતી આશ્રમના શિષ્ય તો હતા જ સાથે ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત પણ હતા.
એક મહંતે આ રીતે આપઘાત કરી લેતા ચારેબાજુ અફરાતફરીનો માહોલ છવાયો છે. ઘટના અંગે માહિતી મળી હતી કે રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી ગોળી મારીને આપઘાત કરી લીધો છે. થોડા દિવસ પહેલા જ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોય તેવો એક વિડિયો અને ઓડિયો સામે આવ્યો હતો.
આ વિડીયો અને ઓડિયો વાયરલ થતા, રાજ ભારતી બાપુએ આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાવી રહ્યું છે. ઘટના અંગે માહિતી મળી છે કે, મહંત રાજ ભારતી બાપુ પોતાની પિસ્તોલ લઈને ખડિયા ગામ સ્થિત વાડીમાં પહોંચ્યા, જ્યાં તેઓએ પોતાની જ પિસ્તોલ થી પોતાના પર ગોળી ચલાવી આપઘાત કરી લીધો હતો.
ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી મારી જીવન લીલા સંકેત લીધી છે. પોતાને ગોળી માર્યા બાદ રાજ ભારતી બાપુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક રાજભારતી બાપુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગ દોડતું થયું હતું અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજભારતી બાપુનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા બાપુના વાયરલ થયેલા વીડિયોના કારણે આ પગલું ભર્યું છે.
દારૂ પીતા રાજભારતી બાપુ નો વિડીયો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં રાજ ભારતી બાપુ પ્રત્યે ઘૃણનો ભાવ દેખાઈ રહ્યો હતો. લોક મુખે પણ ચર્ચા રહ્યું છે કે, આ જ કારણે રાજ ભારતી બાપુએ તળાવમાં આવીને આ પગલું ભર્યું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.