ગુજરાત: બાર દિવસથી આખો પરિવાર જે તેલ ખાતા હતા, એજ તેલના ડબામાંથી નીકળ્યો મરેલો ઉંદર અને પછી…

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને આશ્વર્યમાં મૂકી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ કેશોદ જીલ્લામાંથી સામે આવી રહી છે. કેશોદમાં રહેતાં પરિવારના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું કપાસિયાના તેલનાં ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા હોબાળો મચી ગયો છે. ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યા પછીથી પરિવાર સ્વાસ્થ્યને લઈ ખૂબ જ ચિંતિત છે.

કારણ કે, આ પરિવાર છેલ્લા 12 દિવસથી આ તેલ આરોગી રહ્યો હતો. પરિવારના સભ્યોને તેલમાં ઉંદર હોવાની જાણ થયા પછી બધાં લોકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે. મળેલ જાણકારી મુજબ કેશોદ ગૌતમ રાવલિયા નામના શ્રમિકને ત્યાં કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. આ મામલે ગૌમત રાવલિયા દ્વારા નગરપાલિકાના આરોગ્ય વિભાગને અરજી કરવામાં આવી છે.

અરજીમાં એમણે આરોપ લગાવ્યો કે, શહેરના કનૈયા પ્રોવિઝન સ્ટોરમાંથી એમણે આ તેલનાં ડબ્બાની ખરીદી કરી હતી. કુલ 12 દિવસ એમના સમગ્ર પરિવારે આ તેલ આરોગ્યું છે. ડબ્બામાં દુર્ગંધ આવતા ગૌતમભાઈએ ડબ્બો તોડ્યો હતો. ત્યારબાદ અંદર મરેલો ઉંદર હોવાની જાણ થઈ હતી. અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે, તેલના ડબ્બા વિશે દુકાનદારોએ કોઈ જવાબદારી લેવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ ગૌતમભાઈએ નગરપાલિકા, મામલતદાર અને કલેક્ટર સુધી અરજી આપી હતી. બીજી બાજુ પ્રખ્યાત તેલ કંપનીના ડિલરનો દાવો છે કે, અમને ફરિયાદ મળશે તો આ અંગે યોગ્ય તપાસ કરીશું. આ મામલે શ્રમિક ગૌતમ રાવલિયાએ જણાવતાં કહ્યું હતું કે, મેં કનુભાઈ કરિયાણાવાળાની પાસેથી તેલનાં ડબ્બાની ખરીદી કરી. આ ડબ્બાના તેલનો વપરાશ કરતી વખતે અમને દુર્ગંધ આવી હતી.

અમે ફરિયાદ કરી કે, તેલમાં દુર્ગંધ આવે છે. લોકોએ એવો ઉડાઉ ઉત્તર આપ્યો હતો કે, કુલ 10 લોકો તેલ લઈ ગયા છે એમને કોઈ તકલીફ નથી તો તમને કેમ દુર્ગંધ આવે છે? કુલ 15 દિવસ પછી તેલનો ડબ્બો અડધો થયો ત્યારે ખોલીને જોયું તો એમાંથી મૃત ઉંદર મળી આવ્યો હતો. અમને ભય છે કે, આવું તેલ ખાવાથી પરિવારના સભ્યો બીમાર પડી શકે છે.

આટલું જ નહીં પણ દુકાનદાર જે એજન્સી પાસેથી તેલની ખરીદી કરી હતી એનું નામ આપવાનો પણ ઇન્કાર કરી રહ્યો છે.કેશોદમાં આ તેલની બ્રાન્ડના એજન્ટે આ મામલે જણાવતાં કહ્યું હતું કે, મને મીડિયા દ્વારા તેલમાંથી ઉંદર નીકળ્યાની જાણકારી મળી છે.

આવું કેવી રીતે થઈ શકે એ વિશે અમે પોતે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયાં છીએ. પેક ડબ્બાની અંદર આવું કેવી રીતે થઈ શકે? કોઈ ફરિયાદ હોય તો અમે તેને સ્વીકારવા માટે તૈયાર છીએ. અમને અહીં કોઈ ફરિયાદ મળી નથી. કપાસિયા તેલનો કલર ઓરેન્જ હોય છે, આ કલર જે છે એમાં પીળો કલર જણાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *