જુનાગઢમાં ઘરમાં ઘૂસીને ધારદાર હથીયારથી કરવામાં આવીને વકીલની નિર્મમ હત્યા- બે સંતાનોએ ગુમાવી છત્રછાયા

હત્યાની કેટલીક ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જુનાગઢમાં આવેલ મધુરમ વિસ્તારમા રહેતા એડવોકેટ નિલેશ દાફડાની રવિવારની રાત્રે નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે.

આ વકીલની હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં Dysp સહીતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર હાજર છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં વકીલ નિલેશ દાફડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

વકીલના ગળા પર મારવામાં આવ્યા ઘા:
આ અંગે મળી રહેલ જાણકારી મુજબ, રવિવારની મોડી રાત્રે વકીલની તેમના જ ઘરમાં હત્યા કરેઇ દેવામાં આવી છે. વકીલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘરમાં તેમની સાથે 2 સંતાન તેમજ પત્ની રહેતા હતા. અચાનક થયેલ આ દૂર્ઘટનામાં પરિવારનો આધાર જતો રહેતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. 

પોલીસે CCTV કબ્જે કર્યા:
આ નિર્મમ હત્યાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા CCTV ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા છે તેમજ પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વકીલને કોઇ વ્યક્તિની સાથે મનદુખ અથવા તો ઝઘડો હતા કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

રાપરમાં વકીલની ચકચારી ઘટના થઇ હતી:
થોડા સમય અગાઉ આવી ઘટના કચ્છમાં આવેલ રાપરમાં પણ બની હતી. કચ્છમાં આવેલ રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, સાંજે વકીલ ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે એક યુવાન છરી લઈને બહાર તેમની રાહ જોઈ રહ્યો હતો.

જયારે દેવજીભાઈ ઓફીસના પગથિયાં ચડ્યાં કે હુમલાખોરે હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યાં હતા. આની સાથે આરોપીએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા પછી ભાગી ગયો હતો. ત્યારપછી વકીલ દેવજીભાઈને ગંભીર રીતે ઘાયલ થતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *