Junagadh Hit and Run: હાલમાં રાજ્યમાં અકસ્માતો સતત વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાંથી(Junagadh Hit and Run) અકસ્માતનો વધુ એક કરુંણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢના પાજોદ ગામ પાસે ઇકો કારે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યાં છે. જેના કારણે તેમના પરિવારજનોની સાથે સાથે સમગ્ર બાંતવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ ત્રણેયને કચડી ઈકા ચાલક વાહન ત્યા જ છોડીને ફરાર થઈ ગયો હતો.હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણેય મિત્રોના તરફડીને થયા મોત
આ અંગે મળતી માહિતી મુજબ આ જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે બાઈક લઈ ત્રણ મિત્રો ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બાંટવા નજીક અચાનક આવેલી ઈકો કારે બાઈક સવાર ત્રણેય મિત્રોને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં ભગવાન નગાભાઈ મોરી ઉં16, હરદાસ કાળાભાઈ ઓડેદરા ઉં 30, પરેશ પરબતભાઈ રામ ઉં 25 નામના ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચતા મોત થયા છે.ત્યારે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હવે પોલીસે અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈકનો કુરચો વળી ગયો હતો. તેમજ બાંટવા પાજોદ રોડ લોહિયાળ થયો હતો. અકસ્માત થયાની જાણ થતા આસપાસ વિસ્તારના લોકો એકઠા થયા હતા. બાઈક સાથે અકસ્માત સર્જી ઈકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઘાયલ થયેલા ત્રણેય મિત્રોને પ્રથમ માણાવદર અને ત્યારબાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજપરના ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
ત્રણ યુવકોના અકાળે મોત થતાં વાતાવરણમાં ગમગીની છવાઈ
ત્રણેય યુવાનોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યાં હતા. સિવિલ હોસ્પીટલમાં એક સાથે ત્રણેયના મૃતદેહને પડેલા જોઈ પરિવારમાં વલોપાતનું વાદળ ફાટ્યું છે. બાંટવા પાજોદ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ સમગ્ર બાતવા પંથકમાં અને યુવકોના પરિવારજનોમાં શોકનો માહલો છવાયો છે. ત્રણ-ત્રણ યુવકોના અકાળે મોત થતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App