ચોરીની ઘટનાઓ તો રાજ્યમાંથી અવારનવાર સામે આવતી જ રહેતી હોય છે પરંતુ હાલમાં જે ઘટના સામે આઈ રહી છે એને જાણીને તમને પણ થોડા સમય માટે નવાઈ લાગશે. જૂનાગઢ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા એક ચોરી કરેલ મોબાઇલનું વેચાણ કરતાં એક મોટું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે.
SOG એ ચોરી કરેલ કુલ 504 મોબાઇલની સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે કે, જેના દ્વારા મોબાઇલ ચોરી થયા પછી કરવામાં આવતા વેચાણનો પર્દાફાસ થયો છે. આ શખ્સની પાસેથી પોલીસ દ્વારા કુલ 27.96 લાખ જેટલા રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જો કે, આ મહાઠગની કરતૂતો જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આજે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ સેટ્ટીની હાજરીમાં પત્રકારોને જાણ કરવામાં આવી હતી કે, રેંજ IG પવારની સૂચના પ્રમાણે અમે મોબાઇલની ચોરીના બનાવોને ડિટેક્ટ કરવાની સૂચના તેમજ સર્વેલન્સ રાખવા કહ્યું હતું.
આ સંદર્ભમાં અમારી SOGની ટીમના PI ભાટી તથા PSI વાળા સહિતના સ્ટાફ દ્વારા તેમના માણસોને આ અંગેની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન SOGના પોલીસ કોન્સ્ટેબલ ડેર તથા વાઢેળને બાતમીને આધારે જૂનાગઢમાં આવેલ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટની રાજ મોબાઇલ દુકાનમાં કોઈપણ પુરાવા વિના મોબાઇલ ખરીદીને એસેમ્બલ કરીને વેચવામાં આવે છે.
આ શખ્સની દુકાન પર રેડ કરતા પોલીસને વિવિધ કંપનીના કુલ 504 મોબાઇલ તથા લેપટોપ મળીને કુલ 27.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સ 26 વર્ષીય કાજીમ મહમ્મદની પૂછપરછ કરતી વખતે આ બધાં જ ફોન તેણે માત્ર 1 વર્ષમાં ગોંડલના દેવીપૂજક અજય, સન્ની, ધુનાબેન પાસેથી સસ્તા ભાવે મેળવીને તેના સ્પેર પાર્ટ બીજા કોઈ મોબાઇલમાં વાપરીને તેને છૂટક છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરવામાં આવી હતી.
પોલીસને મળેલ મોબાઈલ પૈકી કુલ 169 ફોનના IMI નંબર મળી આવ્યા છે જ્યારે બાકીના મોબાઈલના IMEI નંબર મેળવવાના બાકી છે. ઝડપાયેલા શખ્સની પાસેથી મળેલ મોબાઇલમાં કુલ 96 ફોન VIVO વીવો, કુલ 83 ફોન OPPO, 16 આઇફોન, સેમસંગના 103, રેડમીના 99, રિયલમીના 16, લાવાના 6, ટેકનોના 12, લિનોવોના 6, નોકિયાના 9, આઇટેલના 11, એલઇટીવીનો 1, ઓનરના 10, મોટોરોલોના 10, પાનાસોનિકના 04, મોબીસ્ટારના 03, સોની, જીઓની 01, લાઇફ, પોકો 2, વનપ્લસ 4, ઇન્ફિનિક્સના 03, યૂહોનો 1 ફોન કબ્જે કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle