ગુજરાત(Gujarat): હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતના સામે આવતા રહેતા હોય છે. તો ક્યારેક વધુ પડતી સ્પીડને કારણે પણ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ જુનાગઢ(Junagadh) જિલ્લાના વંથલી(Vanthali)ના કણજા અને ખોખરડાથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વંથલીના કણજા અને ખોખરડા ફાટક વચ્ચે પોતાના ખેતરેથી આવતા સમયે એક જ પરિવારના બે સભ્યો મીની ટેકટર પર સવાર થઈને જઈ રહ્યા હતા અને તે સમયે ચાલકે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવતા મીની ટેકટર કુલ નીચે ખાબકવાને કારણે અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું અને અન્ય 1ને ગંભીર ઇજા પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ખોખરડા ગામના 22 વર્ષના નવનીત કાનગડ નામના યુવાનનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. તો ખોખરડા ના 17 વર્ષના હિરેન કાનગડ ને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને કારણે 108 મારફતે જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ માટે વંથલી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે 22 વર્ષના યુવકનું મોત નિપજતાં ખોખરડા ગામ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. વાત કરવામાં આવે તો દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં અને સાથે અકસ્માતને કારણે થઇ રહેલા મોતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.