ઔષધીય ગુણોથી ભરપુર છે જુનાગઢી રાવણા: કોરોનાના સમયમાં સેવન માત્રથી જ…

સંતરા, વીટામીન Cથી ભરપુર મોસંબી અને પાઇનેપલ વચ્ચે એકદમ કાળો કે જાંબુડી રંગનો ઢગલો પડ્યો હોય એ રાવણાંને જોઇને જ મોઢામાં પાણી આવી જાય છે. કોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં ઔષધિય ગુણોથી ભરપુર છે. રાવણાં કહેતા જાંબુ ડાયાબીટીસના દર્દી માટે પારંપારિક ઔષધ છે.

રાવણાંની છાલ, ગર્ભ અને ઠળિયા બધું જ ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ રાવણાં વિશે જૂનાગઢ કૃષિ યુનિ.ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. ડી.કે. વરૂએ કહ્યું કે, રાવણાંના બગીચા ઓછી માત્રામાં છે. ખેડૂતો ગ્રીન બેલ્ટ તેમજ પવન અને તડકાના મારથી આંબાના બગીચાને રક્ષિત ફરતે રાવણાંના ઝાડ વાવે છે.

જૂનાગઢ પાસેના સોડવદર, ઘુડવદર, વિજાપુર અને જૂનાગઢ કૃષિ યુનિ. માં થોડા બગીચા છે. બાકી આંબાના બગીચા ફરતે ખેડૂતો 10 થી 25 ઝાડ ઉછેરે છે. રાવણામાં સારો પાક હોય તો ખેડૂતને રાવણાંનું એક ઝાડ 5 થી 20 હજારની આવક રળી આપે છે.

આ ઉપરાંત નાના બાળકોને જો પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો રાવણાનું સેવન લાભદાયી છે ત્વચાને પણ સુંદર રાખતા રાવણાંનું ઘર જૂનાગઢ કૃષિ યુનિ. છે. અહિં રાવણાંના બે બગીચા ઉપરાંત અંદરના રોડ રસ્તાઓ ઉપર અનેક છુટાછવાયા ઝાડ છે. આમ તો સોરઠ રાવણાંનું હબ છે.

રાવણાંના વેપારી પેઢી નરેશકુમારના માલીકના જણાવ્યા મુજબ જુનાગઢના રાવણાંની દિલ્હી, બેંગ્લોર, મુંબઇ અને અમદાવાદમાં જબરી ડિમાન્ડ છે. દિલ્હીના વેપારી દ્વારા જૂનાગઢ યાર્ડમાંથી રાવણાં લઇ એક-એક કીલોનાં પેકીંગ બનાવી દિલ્હી મોકલવામાં આવે છે.

ઔષધિય ગુણોથી ભરપુર રાવણાં હાલ જૂનાગઢ અને વંથલીની બજારોમાં આવવા લાગ્યા છે. રૂપિયા 100થી માંડીને 250ના કીલોના ભાવે મળતા રાવણાં ટોપલા લઇને વેંચતી બહેનો માટે રોજગારીનું માધ્યમ પણ છે. રાવણાંનો ઇજારો રાખી વહેલી સવારથી બપોર સુધી રાવણાં ઉતારતા પરિવારની મહિલા સભ્યો ટોપલો ભરીને વેંચવા આવે અને એક બે પૈસા રળી ઘરે જાય ત્યારે એના ચહેરા પરનો આનંદ છલકાતો જોવા મળે છે. પરંતુ રાવણાં વેંચતી આ બહેન આપણે રૂપિયા 50ના પાંચસો ગ્રામ રાવણાં કહે અને આપણે રૂપિયા 75નો કીલો માગી ભાવતાલ કરવાથી દુર રહીએ તો એ બહેન તમને રૂપિયા 100નો કિલોમાં વજન વધારે આપશે એ એના જીવનની મોટાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *