લોકસભા ચૂંટણી માં સતત બીજી વખત વચન મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં રેકોર્ડ સીટો સાથે કેન્દ્રમાં સત્તા મેળવી લીધી છે. 2014માં ભાજપે લોકસભાની 543 સીટોમાંથી 282 સીટો જીતી હતી અને એનડીએ સંગઠન મળીને 336 સીટો મળી હતી. પરંતુ આ વખતે તેનાથી પણ પ્રચંડ બહુમત સાથે એનડીએ ગઠબંધન હવે 343 સીટો પર બહુમત બતાવી રહ્યું છે. ગત લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના ગુના માંથી ચૂંટણી જીતેલા રાજ પરિવારમાંથી આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપના કૃષ્ણ પાલ યાદવ એ એક લાખથી વધુ મતોથી હરાવ્યા છે. આ હાર નું કારણ ખૂબ જ દિલચસ્પ છે અને ગુના સીટ પર ભાજપની જીત મહત્વનો રોલ અમિત શાહ હોવાનું બહાર આવ્યું છે.
ગુના બેઠક સિંધિયા પરિવારની રાજનૈતિક ગઢ માનવામાં આવતો હતો. છેલ્લી ત્રણ પેઢીઓથી સિંધિયા પરિવાર નો અહીં કબજો રહ્યો હતો જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી વિજયારાજે સિંધિયા અને પિતા માધવરાવ સિંધિયા એ અહીંયા અનુક્રમે ૬ વાર અને ચાર વખત તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચાર વખત ગુના લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભાજપના કૃષ્ણ પાલ સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયા અને જીતવા માટે પરસેવો છોડાવી દીધો હતો તેવું કહી શકાય.
ધ લલનટોપ અને ન્યુઝ ૧૮ માં છપાયેલા રિપોર્ટ અનુસાર તેમજ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક સમયે જ્યોતિરાદિત્ય સિંધિયા નો જમણો હાથ કહેવાતા કૃષ્ણ પાલ યાદવ ને એક વખત જ્યોતિરાદિત્ય સિંધિયા એ સેલ્ફી લેવા દેવા માટે ગાડીનો દરવાજો ન ખોલ્યો. જેનાથી તેઓ મનમાં ખટરાગ ધરાવતા હતા અને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી દીધી હતી.
કે પી યાદવ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા. જેમાં વર્ષો જૂનો જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવાર નો ગઢ પરાસ્ત કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ માં એવું પણ લખવામાં આવ્યું છે કે નારાજ ચાલી રહેલા કે પિ યાદવે અમિત શાહનો સંપર્ક કર્યો. જેમને તેમણે પોતાની આપવીતી કહી. જેથી ઘરનો વિભીષણ લંકા ઢાળે તેવું વિચારીને અમિત શાહે તેમને લોકસભાની ટિકિટ આપીને દાવ અજમાવ્યો. જેમાં તેઓ સફળ પણ થયા વર્ષોથી રાજવી સિંધિયા પરિવાર માટે કામ કર્યું હતું. જેનાથી તેઓ વાકેફ હતા. જેના કારણે તેમને રણનીતિ ઘડવામાં સફળતા મળી અને સિંધયા પરિવારને મુહતોડ હાર આપી.