અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વિવાદિત નિવેદન સામે વાંધો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. અગ્નિપથ યોજનાના ફાયદા વિશે જણાવતા વિજયવર્ગીયએ કહ્યું ,કે જો ભાજપના કાર્યાલયમાં સુરક્ષા જાળવવી હશે તો હું અગ્નિવીર(Agniveer)ને પ્રાથમિકતા આપીશ.
जिस महान सेना की वीर गाथाएँ कह सकने में समूचा शब्दकोश असमर्थ हो, जिनके पराक्रम का डंका समस्त विश्व में गुंजायमान हो, उस भारतीय सैनिक को किसी राजनीतिक दफ़्तर की ‘चौकीदारी’ करने का न्यौता, उसे देने वाले को ही मुबारक।
भारतीय सेना माँ भारती की सेवा का माध्यम है, महज एक ‘नौकरी’ नहीं। pic.twitter.com/Ehq0rwx0zV
— Varun Gandhi (@varungandhi80) June 19, 2022
બીજેપી સાંસદ વરુણ ગાંધીએ આ નિવેદનનો પલટવાર કરતા કહ્યું ,કે જે મહાન સૈન્યની શૌર્યગાથા આખી ડિક્શનરી કહી શકતી નથી, જેની બહાદુરી આખી દુનિયામાં ગુંજી રહી છે, તે ભારતીય સૈનિક કોઈપણ રાજકીય કાર્યાલયનો ‘ચોકીદારી’ હોવો જોઈએ? ભારતીય સેના એ ભારત માતાની સેવાનું માધ્યમ છે, માત્ર ‘નોકરી’ નથી.
એક તરફ એવા વિદ્યાર્થીઓ છે કે તેઓ સહમત નથી, તો બીજી તરફ સરકાર નારાજ વિદ્યાર્થીઓ અને યુવાનોને મનાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ જ મોટું કારણ છે કે માત્ર 2 દિવસમાં 5 મંત્રાલયોએ ચાર વર્ષ પછી અગ્નિવીરોની નોકરી અંગે એક પછી એક નિર્ણયો લીધા.
અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે, એરફોર્સે તેની વેબસાઇટ પર વિગતવાર માહિતી બહાર પાડી છે. આ વિગત મુજબ, ચાર વર્ષની સેવા દરમિયાન, વાયુસેના દ્વારા અગ્નિવીરોને ઘણી સુવિધાઓ આપવામાં આવશે, જે કાયમી એરમેનને ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર હશે. એરફોર્સની વેબસાઈટ પર અપલોડ કરાયેલી માહિતી અનુસાર, પગારની સાથે અગ્નિવીરોને હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટીન ફેસિલિટી અને મેડિકલ ફેસિલિટી પણ મળશે. નિયમિત સૈનિકને મળે છે તેવી જ રીતે આ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
અગ્નિવીર માટે એરફોર્સની યોજના:
અગ્નિવીરની 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે, 4 વર્ષ પછી 25% નિમણૂક, ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી શરૂ થાય છે, અગ્નિવીરોની અલગ રેન્ક હશે, માસિક પગાર 30 હજાર રૂપિયા, દર વર્ષે ફિક્સ પગાર વધારો, વર્ષમાં 30 દિવસની રજા, તબીબી રજા માટે અલગ વ્યવસ્થા, સેવામાં હોય ત્યારે મૃત્યુ પર વીમા કવચ, પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે, સેવાના સમયગાળા દરમિયાન મુસાફરી ભથ્થું મળશે, CSD કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ હશે
સન્માન અને પુરસ્કારને પાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.