આક્જ રોજ બે અલગ અલગ બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે જે માનવતાને શરમાવે એવા છે. એક બનાવમાં દારૂના નશાના બંધાણી પુત્રે સગી માતા પર બળાત્કાર કર્યો હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર બળાત્કાર કર્યો હતો.
આ ચોંકાવનારી માહિતી આપતાં પોલીસે કહ્યું કે, અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. એ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી હતી. તેણી અમને જણાવ્યું કે શરાબના નશામાં મારો સગ્ગો દીકરો મારા પર રેપ કરે છે. એની વાત સાંભળીને અમે ચોંકી ઊઠ્યા હતા. સિડકો પોલીસે તરત એની ધરપકડ કરી લીધી હતી.
આ સ્ત્રીના પતિ સાત વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા.રેપનો ભોગ બનેલી મહિલા એક હૉસ્પિટલમાં નોકરી કરે છે. એને બે પુત્રી પણ છે. પુત્રને શરાબની લત છે એટલે ગમે ત્યારે માં પાસે પૈસા માગતો રહેતો. પૈસા ન આપું તો મારપીટ કરતો. છેલ્લા ત્રણ મહિનામાં મારા પર અનેકવાર રેપ કર્યો અને કોઇને કહીશ તો તને મારી નાખીશ એવી ધમકી પણ આપી.
બીજો કિસ્સો ઔરંગાબાદના સાંઇનગર વિસ્તારનો હતો. વૉચમેન તરીકે કામ કરતા એક માણસેએ પોતાની તેર વર્ષની પુત્રી પર રેપ કર્યો હતો. પુત્રીએ પોતાની માતાને જણાવી દેતાં માતા ચોંકી ઊઠી હતી.
આ પરિવાર છેલ્લાં બે વર્ષથી અહીં રહેવા આવ્યો હતો. સગ્ગા બાપે પુત્રી પર રેપ કરતાં ચોંકી ઊઠેલી માતાએ બુધવારે સવારે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ કિસ્સામાં પણ પોલીસે તરત પગલાં લઇને બળાત્કારી બાપને ઝડપી લીધો હતો. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ બને ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle