સુરતના કળિયુગી બાપે પોતાની પુત્રીને 7 હજારમાં વેચી નાખી, લિવિંગ પાર્ટનરને ચેતવતી ઘટના…

Surat News: યુપીમાં સાસરીયાથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરિણીતા ગોડાદરામાં પ્રેમી સાથે રહેતી હતી. આ દરમિયાન પરિણીતાને(Surat News) તેના પ્રેમી થકી એક બાળકીનો જન્મ થયો…

Surat News: યુપીમાં સાસરીયાથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરિણીતા ગોડાદરામાં પ્રેમી સાથે રહેતી હતી. આ દરમિયાન પરિણીતાને(Surat News) તેના પ્રેમી થકી એક બાળકીનો જન્મ થયો હતો.ત્યારે આ નરાધમ પ્રેમીએ માત્ર રૂપિયા 7000 માં અન્ય વ્યક્તિને બાળકી વેચી દઈ પરણિતાને ત્યજી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણિતાને આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માત્ર 7000 માટે નરાધમએ બાળકી વહેંચી
આ અંગે મળતી માહિતી મુજબ ગોડાદરા પોલીસે આરોપી દીપક ત્રિપાઠી અને જુનેદ શેખ સામે ગુનો દાખલ કર્યો છે.કારણ કે આ ઈસમને પરિણીતાને તેના પ્રેમી થકી એક બાળકીનો જન્મ થયો હતો. ‘હમ લળકી કા પાલન પોષણ નહીં કર સકતે હૈ, ઉસે જુનેદભાઇ કો બેચ દેતે હૈ, વૈસે ભી ઉન્હે બચ્ચા નહીં હૈ,’ કહી 6 માસની બાળકીને 7 હજારમાં વેચી પ્રેમી ફરાર થયો હતો. બીજી તરફ પોલીસ કેસની ધમકી અાપતા જુનેદે બાળકીને પરત કરી હતી. પરિણીતાએ ફરિયાદ કરતાં ગોડાદરા પોલીસે પ્રેમી દીપક મનોજ ત્રિપાઠી( પ્રયાગરાજ,યુપી) અને જુનેદ શેખ( ભેસ્તાન આવાસ) સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

લગ્નની લાલચ આપી પરણીતાને ભગાડી લાવ્યો હતો
દીપકે લગ્નનું સપનું બતાવી પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો. જેથી મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થતા દીપકને ગમ્યું ન હતું. મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી ન શકતા દીપકે દીકરીને વેચવાનું કહ્યું હતું. આમ 7 હજારમાં દીકરી જુનેદને વેચાણ કરી હતી. જુનેદે મહિલાના બેંક ખાતામાં 7 હજાર નાખ્યા હતા. એટીએમથી દીપકે 7 હજાર ઉપાડી લિંબાયતમાં ભાડાનું મકાન લઈ 5 હજાર ડિપોઝીટ આપી હતી.

પ્રેમિકા તેના સાસરિયામાંથી પ્રેમી સાથે ભાગી આવી હતી
લિંબાયતની 28 વર્ષીય યુવતીના વર્ષ 2020માં યુપીમાં લગ્ન થયા હતા. પતિના અન્ય સ્ત્રી જોડે આડાસંબધો હોવાથી ઝઘડો થતાં તે પિયર આવી ગઇ હતી. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી પરિણીતાની દીપક ત્રિપાઠી સાથે મિત્રતા થઈ હતી. ડિસેમ્બર-21માં યુપીમાં પરિણીતા એકલી હતી તે વખતે દીપક તેના ઘરે આવ્યો હતો. દીપકે તેને કહ્યું કે ‘તુઝેે તેરા પતિ રખતા નહીં હૈ, ઔર તુઝે સસુરાલ મેં ઈતની તકલીફ હૈ, તો મૈ તેરે સાથ શાદી કરના ચાહતા હું, સુરત જા કરે હમ શાદી કર લેંગે’, એમ કહી વિશ્વાસમાં લેતા પરિણીતા તેના સાસરીમાંથી પ્રેમી સાથે ભાગી આવી હતી.