પક્ષપલટો / કોંગ્રેસના વધુ એક નેતાનું પડ્યું રાજીનામુ, હવે આ પાર્ટીમાં જોડાશે

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) નજીક આવતા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ(Congress) સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે. વિધાનસભા ચૂંટણી અગાઉ જ નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે(Kaminiba Rathod) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. જેઓ ભાજપમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજે અપક્ષ ઉમેદવારીમા ફોર્મ પરત ખેચી લીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પર ટિકિટને લઈ સોદેબાજીનો ગંભીર આક્ષેપ લગાવનાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પોતાની ઉમેદવારી પરત ખેચી લીધી હતી. દેહગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડ નારાજ થયા હતા અને તેમણે દહેગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આટલું જ નહિ પરંતુ, કામિનીબા રાઠોડે ટિકિટને લઈ પ્રદેશ પ્રમુખ પર પણ ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.

મહત્વનું છે કે, તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. કામિનીબા રાઠોડે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *