હિંદુ કટ્ટર વાદી કમલેશ તિવારીની હત્યાથઈ ત્યારથી જ એ અંગેનું ગુજરાત કનેકશન વારંવાર સામે આવી રહ્યુ છે ત્યારે કટ્ટર વાદી કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેક્શન શું છે તે એક કોયડા જેવુ છે પણ ધીરે ધીરે આ કોયડો ઉકેલાઈ ગયો છે. પોલીસે આજે ૬ જણાની અટકાયત કરી છે.
ગુજરાત પોલીસે અને ATSએ અમદાવાદ અને સુરતના રહેવાસી ૬ શખ્સની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વળી હત્યામાં સામેલ બંને શાર્પશૂટર સુરતના હોવાનું પણ જાણવા મળે છે. અત્યારે જેમની ધરપકડ કરવામાં આવી છે. તે અમદાવાદ અને સુરતના રહેવાસી છે.
હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાનાર મિઠાઈનો ડબ્બો 16 ઓક્ટોબરે સુરતની ધરતી મિઠાઈની દુકાનથી ખરીદવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. આ દુકાન ના CCTv એ તપાસમાં મહત્વની કડી બની ગયેલ છે.
ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારીને છરીથી 15 ઘા કરીને હત્યા કરાઇ છે. ખુર્શીદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર અજાણ્યા લોકો ચા પીવા આવ્યા હતા. તેઓ તેમની સાથે મીઠાઈના ડબ્બામાં છરી અને તમંચો લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.